રાજય સરકારે આતંકવાદ અને ગુનાખોરીને અટકાવવા માટે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ હેઠળ નોંધાતા કેસો ચલાવવા માટે રાજયમાં પાંચ ખાસ સરકારી વકિલની નિમણુંક કરી છે, જેમાં કચ્છના જિલ્લા સરકારી વકીલને પીપી તરીકે નિમાયા છે.
કચ્છના મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરના પદ પર છેલ્લા ૭ વર્ષથી કામગીરી કરી રહેલા કલપેશ સી. ગોસ્વામીની નિમણુંક કચ્છ જિલ્લામાં ગુજસીટોકના કેસ ચલાવવા માટે કરવામાં આવી છે. ૨૪મી નવેમ્બરના કાયદા વિભાગે એક જાહેરનામું બહાર પાડીને રાજયમાં પાંચ વકીલની નિમણુંક કરી છે. ગુજસીટોક હેઠળ નોંધાતા કેસ ચલાવવા માટે ખાસ અદાલતોની રચના પણ કરવામાં આવશે જેમાં સ્પેશિયલ પ્રોસિકયુટર તેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે. નોંધનીય છે કે, પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, નલિયા કાંડ, કેડીસીસી બેંક કૌંભાડમાં ખાસ સરકારી વકિલ તરીકે નિયુક્ત છે, ઉપરાંત સીઆઇડી ક્રાઇમ, એસીબી અને ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની એજન્સીઓનીમાં પણ રાજય સરકાર વતી પીપી તરીકે ફરજ બજાવે છે. ગુજસીટોકમાં અમદાવાદના બ્રિજેશ લીંબાચીયા, રાજકોટના તુષાર ગોકાણી, વડોદરાના રઘુવીર પંડયા, સુરતના નયન સુખડવાલા નિમાયા છે.