ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો પાડીને ત્યાંથી ડીઝલ ચોરી કરનાર ચાર શખ્સોને ઝડપી પાડી ૪૮.૪૬ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પી.એન.ગોહિલ, પ્રફુલકુમાર પરમાર,જીતેન્દ્રભાઈ ધેલાભાઈ અને રમેશભાઈ ચતુરભાઈ સહિતની ટીમે મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના મીતાણા ગામે મોમાઈ હોટલની પાછળ બાળવની જાડીમાં ખરાબાની જગ્યામાં આરોપી રમેશભાઈ દલીચંદભાઈ ઢેઢી રહે-રાજકોટ મોરબી જકાતનાકા સતનામ પાર્ક મૂળ ગામ-હીરપર(ભૂ) તા. ટંકારા વાળાએ પોતાની માલિકીના ટેન્કરમાં એસ્સાર કંપની જામનગર ખાતેથી ભરેલ એલ.ડી.ઓ. જે રાજસ્થાન પહોચાડવાનું હોય જે પોતાના બંને ડ્રાઈવરો હુશેન ઓસમાણ નાયાણી વાધેર રહે-વાડીનાર ઈદમસ્જીદની બાજુમાં તા.ખંભાળિયા તથા ઈસ્માઈલ હુશેનભાઈ સંગાર રહે-વાડીનાર ગોવાડપડું તા.ખંભાળિયા વાળાઓને તેના પાર્ટનર આરોપી જયદીપ કિશોરભાઈ વ્યાસ રહે-પ્રભુનગર ગામ તા.ટંકારા વાળાને સાથે રાખી અને ટેન્કરો મીતાણા લાવી તેમાંથી એલ.ડી.ઓ ના મૂળ માલિક (રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લીમીટેડ)ની પરવાનગી વગર એલ.ડી.ઓ. પ્રવાહી કાઢી અને એલ.ડી.ઓની ચોરી કરી અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે જ્વલનશીલ પદાર્થ કોઈ ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા વિના રાખી મળી આતવા પોલીસે ચારેય આરોપી સાથે કુલ મુદામાલ ૪૮,૪૬,૯૪૬ રૂપિયાની કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.