6 લોકો જીવતા ભુંજાયા છે તેને કુદરતી ઘટના તો ના જ કહેવાય હો!
5 લોકોના મોત એકની હાલત ગંભીર
મોટી જાનહાનિ થતાં પણ અટકી ગઈ છે : મેયર બિનાબેન આચાર્ય
જુઓ વિડિઓ :
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગતા પાંચ દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનામાં જવાબદારની સામે કાર્યવાહીની વાત કરવાની જગ્યાએ મોટી જાનહાનિ ટળી છે તેવી ખોટી હકારાત્મકતા દેખાડી હતી. ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે કોવિડકાળમાં હોસ્પીટલમાં જે ઘટના બની તે કુદરતી ઘટના કહેવાય!! તેના માટે અમે દુખ વ્યક્ત કરીએ છીએ. મુખ્યમંત્રીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને કહીએ તો મોટી જાનહાનિ થતાં પણ અટકી ગઈ છે. હોસ્પિટલ પાસે ફાયરની એનોસી છે સાથોસાથ ફાયરસેફ્ટીના તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી છે.
જ્યારે હોસ્પિટલના તબીબ ડૉ તેજસ કરમટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજનીનો બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉદય શિવાનંદ હોસ્પીટલમાં લાગેલી આ આગથી પાંચ દર્દીઓના કરૂણ મોત થયા છે જ્યારે એક દર્દીની હાલત ગંભીર છે.
ત્યારે આવી ઘટનાને કુદરતી ઘટના ગણાવી શકાય? મેયર બિનાબેન આવા નિવેદન બદલ હાંસિપાત્ર તો બન્યા જ છે સાથે સાથે આ ઘટનાને હળવાશમાં લઈ રહયા હોય તેવું જણાય આવે છે.