સ્વર્ગમાં મેરેડોના સાથે ફુટબોલ રમવાની ઈચ્છા વ્યક્ત કરતા પેલે
બટકો છતાં ગોલ કરવાની ઊંચાઈમાં ‘અજય’
ખેલ જગતમાં ૧૦નો આંકડો જાદુઈ, બાપ નંબરી, તો બેટા ૧૦ નંબરી
અર્જન્ટીનાને વિશ્ર્વ વિજેતા બનાવવામાં મેરેડોના કાફી
ડ્રગ્સે ગોડના લાખો ચાહકોના દિલ તોડ્યા
મિડ ફિલ્ડર હોવા છતાં આખા ફિલ્ડનો
ફુટબોલનો લેજેન્ડ પેલે તો ભગવાન મેરેડોના
સદીના મહાન ફૂટબોલ ખેલાડી અને ડ્રિબલિંગ કિંગ ડિએગો મેરેડોનાએ દુનિયાને અલવિદા કરી છે. આ સમાચાર મળતાની સાથેજ ખેલ જગતમાં ભારે શોક મચી ગયો છે. મેરેડોનાનું જીવન ઉતાર ચડાવ ભર્યું હતું . ફૂટબોલ જગતમાં મેરેડોના એવા ખોલાડી હતા કે જે એકલા હાથે ટીમને વિજય અપાવવા સક્ષમ હતા. મેરેડોના દ્વારા જે ૧૦ સેક્ધડમાં ગોલ કરવામાં આવ્યો હતો તે હજુ સુધી યાદગાર છે. ડ્રગ્સને આદિ થતા મેરેડોનાના કરિયરનો ગ્રાફ નીચે આવ્યો હતો. મેરેડોના એ ખુદ સ્વીકારેલું હતું કે જો તે ડ્રગ્સના બંધાણી નો થયા હોત તો તે આજે વધુ મહાન ખેલાડી બની સકત.
ડીએગોના ચાહકો ને ખ્યાલ આવ્યો કે તે ડ્રગ્સ લઇ રહ્યા છે ત્યારે તેમના ચાહકોના દિલ તૂટી ગયા હતા. મેરેડોનાએ તેના શરીરનું ફિઝિક્સ એવું કર્યું હતું જે હજુ સુધી કોઈના માં જોવા મળતું નથી. મેરેડોનાની આવડત એટલી હદે વિકસિત થયેલી હતી કે તે મિડફિલ્ડર હોવા છતાં તે આખા ફિલ્ડના બાદશાહ તરીકે રમત રમી હતી.