વૈશ્વિક કંપનીઓના ૫૦ કરોડ યુનિટોને હજુ નથી મળી બીએસઆઈની ‘ક્લીન ચીટ’
વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે દેશ આત્મનિર્ભર બને જેથી સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. સરકાર આયાત નહીં પણ નિક્સને વધુ વેગ મળે તે દિશામાં હાલ કર્યો કરી રહ્યું છે. અત્યાર સુધી ભારત નિકાસ નહીં પરંતુ આયાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતું હતું જેનું કારણ એ છે કે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે ભારતમાં જોવા મળતું નહતું. બીજી તરફ જે વિદેશી હૂંડિયામણ મળવું જોઈએ તેમાં પણ અનેક અંશે ઘટાડો જોવા મળ્યો હતો જેના પગલે દેશની અર્થવ્યવસ્થા માં પણ ઘટાડો નોંધાયો છે. આ સ્થિથી માંથી દેશને બહાર લાવવા માટે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.
હાલ દેશના ઉદ્યોગકારોએ ચાઈનીઝ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ મંગાવી હતી, જેમાં હજુ આયાતી ૨૩૦ ઇલેક્ટ્રોનિક વસ્તુઓને બીએસઆઈની ક્લીન ચીટ મળી નથી , જેમાં નામાંકિત કંપનીઓ જેવી એપલ, લીનોવા,ઝીઓમી,એસર, ડેલ અને તોષીબાનો પણ સમાવેશ થયો છે. માનવામાં આવે છે કે આશરે ૫૦ કરોડ ચીજ વસ્તુઓ પર રોક મુકવામાં આવી છે. વડાપ્રધાન અને સરકારનું સ્પષ્ટ માનવું છે કે , આ તમામ વૈશ્વિક કંપનીઓ ભારત માં પોતાના પ્લાન્ટ સ્થાપસે તોજ તેવોની ચીજ વસ્તુઓને વેચાણમાં લેવાશે . સરકારનું સ્પષ્ટ માનવું છે કે દેશના ઉદ્યોગકારોની સ્થિથીમાં સુધારો આવો જોઈએ અને રોજગારીની તકો પણ ઉભી થવી જોઈએ.
સરકારે થોડા દિવસ પહેલા જ ૪૩ એપ્લિકેશન પણ પ્રતિબંધ લાદયો હતો. ત્યારે હજુ પણ અનેક ચીની આયાતી ચીજ વસ્તુઓ ને ક્લીન ચિટ મળેલ નથી જેને આશરે ૨૦ દિવસ નો પણ સમય વીતી ગયેલો છે. કહેવાય છે કે બીએસઆઈ દવારા જે ક્લીન ચિટ આપવામાં આવતી હોય તેનો સમય ગાળો ૧૫ દિવસનો હોઈ છે, પરંતુ ૨૦ દિવસ થી હજુ સુધી ક્લીન ચિટ ના મળતા અનેક પ્રસન્ન ઉભા થઇ રહ્યા છે. રોકવામાં આવેલી ચીજ વસ્તુઓ અંગે જો વાત કરવામાં આવે તો, ૨૦ મોબાઈલ, ૧૭૦ જેટલા લેપટોપ, નોટબુક, અને ટેબ્લેટ એવીજ રીતે ૨૯ સ્માર્ટવોચ, અને ૧૧ ઈયરફોન નો સમાવેશ થયો છે. સ્થાનિક ઉત્પાદન ને વેગ આપવા માટે સરકાર ઉદ્યોગકારોમાં હકારાત્મક અભિગમ રાખવા માટે ચાઈનીઝ ચીઝ વસ્તુઓનો બહિષ્કાર કરતું હોવાનું સામે આવ્યું છે.