રાજકુંવરોને ખિસ્સા ખર્ચી માટે રાજયની નોકરી કરવાની રહેતી
એ જમાનામાં ટયુશન નહીં ‘ભાર વગરનું’ ભણતર હતુ
ગોંડલ મહારાજા એક આદર્શ અને પ્રજા વત્સલ્ય રાજવી હતા. પ્રજાનાં સુખે સુખી અને પ્રજાના દુખે દુખી રહેનારા રાજવી હતા. ઈતિહાસ અમથી કયારેય કોઈની નોંધ લેતો નથી. દેશના કુલ ૫૬૨ રજવાડાઓમાં ગોંડલ રાજય કંઈક અલગ અને અનોખુ જ હતુ.
દેશના કુલ ૫૬૨ રજવાડાઓમાં ગોંડલ રાજય કંઈક અલગ અને અનોખું જ હતુ. રજવાડાઓની ઐયાશી કે દોમદોમ સાહેબીમાં ઉછરતા રાજકુમારોની અનેક વાતો આપણે સાંભળી છે. કે ઈતિહાસમાં વાંચી છે. ગોંડલ રાજય પણ પૈસા પાત્ર રાજય હતુ તેમ છતાં આ ધનીક રજવાડાનાં કુંવરોને રાજયમાં નોકરી કરી તેમાંથી મળતા પગાર દ્વારા તેમાં મોજશોખ પૂરા કરવા પડતા, વાંચીને જરૂર આશ્ર્ચર્ય થાય પણ મહારાજા ભગવતસિંહજી રાજયની તિજોરીમાં રહેલા પૈસાને પ્રજાનો પૈસો માનતા હતા. એટલે મહારાજા એ નિયમ બનાવ્યો હતો. કે રાજકુંવરોએ નોકરીકરીને પોતાનો ખર્ચ કાઢવો.
મહારાજા ભગવતસિંહજીનાં ચાર રાજકુંવર પૈકી પાટવી કુંવર ભોજરાજસિંહે શિક્ષણ ઈગ્લેન્ડમાં લીધું હતુ તેઓ સામાન્ય રાજયવહિવટ સંભાળતા હતા. બીજા કુંવર ભુપતસિંહજી પણ ઈગ્લેન્ડમાં ભણ્યા હતા તેમણે તબીબી અભ્યાસ કર્યો હોય રાજયનાં ચીફ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા. ત્રીજા કુંવર નટવરસિંહજીએ પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં મેળવી ઉચ્ચ શિક્ષણ ઈગ્લેન્ડમાં મેળવ્યું હતુ. ત્યાં તેમણે ઔદ્યોગિક તાલીમ મેળવી હોય ગોંડલમાં રેલવેનાં મદદનીશ લોકો મેટીવ અને કેરેજ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ફરજ સંભાળતા હતા જયારે ચોથા કુંવર કિરીટસિંહજીએ ઈગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રાજયમાં માર્ગાધિકારી તરીકે જવાબદારી સંભાળતા હતા. શિક્ષણનાં પ્રખર હિમાયતી ભગવતસિંહજીએ પોતાના સાતેય સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતુ. ચારેય રાજકુવરો તથા રાજકુંવરી લીલાબાને બાદ કરતા અન્ય કુંવરીઓ બાકુંરબા તથા તારાબા એ ઈગ્લેન્ડ જઈ શિક્ષણ મેળવ્યું હતુ.
મહારાજાની શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારસરણીને કારણે માત્ર ગોંડલ જ નહી સમગ્ર ગુજરાતમાં તેમની કીર્તી ફેલાઈ હતી. એ સમયનાં રાજવીકાળમાં શિક્ષણ માટે ખાસ કરીને મફત ક્ધયા કેળવણીનાં વિકાસ માટે દેશભરમાં ગોંડલને પ્રથમ સ્થાન અપાવ્યું હતુ. તેમના રાજયકાળ દરમ્યાન શિક્ષણક્ષેત્રે ઉદાર, ઉમદા અને ઉદાત નીતિ અપનાવી શિક્ષણને મહત્વનું બનાવ્યું હતુ. મહારાજા કહેતા કે ‘જેમ કસરત શરીર માટે જરૂરી છે. તેમ શિક્ષણ એ મનની ઉત્તમ ઔષધી છે.
મહારાજાએ પ્રાથમિક શિક્ષણનાં ઉત્તરોતર વિકાસ માટે ૧૯૪૩-૪૪માં ગોંડલ રાજયનાં ૧૭૪ ગામોમાંથી ૧૭૨ ગામમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી શિક્ષકો મળી રે તેમાટે ગોંડલમાં અધ્યાપન મંદિર શરૂ કરાયું હતુ.
શિક્ષણ માત્ર દેખાડો બનીના બની રહે પણ કાર્યશીલ બની રહે તે માટે પ્રાથમિક શિક્ષણ પર ધ્યાન રાખવા નિરીક્ષકો પણ નિમ્યાહતા એ સમયમાં ગોંડલ, ધોરાજી અને ઉપલેટામાં બાલમંદિરો પણ હતા ગુજરાતી સાથે અંગ્રેજી શિક્ષણ પણ મળી રહે તે માટે શાળાઓ પણ વધારવામાં આવી હતી.
રાજયની કોઈ દિકરી જો સ્કુલેના જાયકેભણે નહી તો તેના વાલીનો એક આનો દંડ કરાતો હતો. મેટ્રીક સુધી અભ્યાસ કરે તેને શિષ્યવૃત્તિ અપાતી હતી શિષ્યવૃત્તિની યોજના હોશીયાર વિદ્યાર્થીઓને પણ મળતી હતી. પાઠય પુસ્તકો બદલાતા નહી આજે સેમેસ્ટર પ્રથાના શિક્ષણને કારણે વારંવાર કોર્ષ બદલતા હોય પુસ્તકો ખરીદવા વાલીઓ બેવડ વળી જતા હોય છે. અને વિદ્યાર્થીઓની હાલત ‘બાપડા’ સમી બનતી હોય છે. પણ એ સમયે ભાર વગરનું ભણતર હતુ અને ભણતરનો રેસીયો ઉંચો હતો. મહારાજા એ વિદ્વાન કેળવણીકારો પાસે અંગ્રેજી અને ગુજરાતની વંચનમાળાઓ તૈયાર કરાવી હતી. ગણીત, વિજ્ઞાન, ભૂગોળ, ઈતિહાસ ઉપરાંત ફારસી અને સંસ્કૃત વિષયોમાં ૧૬૧ ગંથો પ્રસિધ્ધ કરાવ્યાહતા.
માહિતી અનુસાર ૧૮૭૦નાં દાયકાથી ઈગ્લેન્ડમાં પણ ફરજીયાત શિક્ષણ પ્રથા દાખલ કરાઈ હતી. સને ૧૯૧૯માં ગુજરાતમાં ફરજીયાત ક્ધયા કેળવણી દાખલ કરનાર ગોંડલ રાજય પ્રથમ હતુ ક્ધયા કેળવણી માટે ભગવતસિંહજીના વિચારો ઉમદા હતા. તેઓ માનતા કે પ્રજામાં સંસ્કાર તથા સંસ્કૃતિ પ્રત્યેની અભિરૂચી માટે માતા કેળવાયેલી અને શિક્ષીત હોવી જોઈએ.
ગોંડલ રાજયની ક્ધયા જયાં પણ જાય તો એ શિક્ષીત ક્ધયા કહેવાતી હતી. આમ ગોંડલની ક્ધયાઓનું મહત્વ પણ વધી ગયું હતુ.
સૌરાષ્ટ્રની પ્રથમ ગર્લ્સ હાઈસ્કુલ સને ૧૯૦૩માં ગોંડલમાં સ્થપાઈ હતી. જે આજે મોંઘીબા ગર્લ્સ સ્કુલ તરીકે અડીખમ ઉભી છે. અનેક ઉચ્ચ હોદાઓ ભોગવી ચુકેલી ગોંડલ રાજયની અનેક દિકરીઓ આજે પણ મોંઘીબા ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીની હોવાનો ગર્વ અનુભવે છે.
મહારાજા ભગવતસિંહજીના શિક્ષણ પ્રત્યેના ઉચ્ચ અભિગમને કારણે તેઓના શાસન કાળમાં શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. શાળાઓની સંખ્યા ૭૦થી વધી ૨૫૮ થઇ હતી.
સાક્ષરતાનું પ્રમાણ વિકાસ અને પ્રગતિ માટે તેનું માપદંડ ગણાય છે. સને. ૧૮૮૧માં ગોંડલમાં સાક્ષરતાનું પ્રમાણ પાંચ ટકા હતું. જે સને ૧૯૩૧માં વધીને એકત્રીસ ટકા થવા પામ્યું હતું.
વર્ષ ૧૯૪૧માં દેશભરમાં શિક્ષિતોનું પ્રમાણ બાર ટકા હતું. ત્યારે ગોંડલમાં અઠ્ઠાવીસ ટકા હતું. ફરજીયાત ક્ધયા કેળવણી માટે મહારાજાનો સખપ પરીશ્રમ પણ હતો અને એક કઠોર તપસ્યા પણ હતી.
ક્ધયા કેળવણી ફરજીયાત કરવાનો હુકમ આપી પ્રજાને પાંચ વર્ષની મહેતલ આપી હતી. પરિણામે રાજયનાં ગામડે ગામડે શિક્ષણ પ્રસર્યુ હતુ. વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩,૨૦૦ ક્ધયાઓનો વધારો થવા પામ્યો હતો.
મહારાજાના શિક્ષણ પ્રત્યેના અભિગમને ઠેરઠેર બિરદાવાયો હતો. ‘યુનાઇટેડ ઇન્ડિયા એન્ડ ઇન્ડીયન સ્ટેર્ટ્સ તેના અંકમાં નોંધ લઇ લખ્યુ હતુ કે ક્ધયાઓમાં પ્રાથમીક કેળવણીનો પ્રયોગ મૈસુર અને વડોદરા જેવા પ્રગતિશિલ રાજયો કરતા પણ હિમંત ભર્યો છે. હિન્દી રાજકર્તાઓમાં અત્યાર સુધીમાં આ પ્રથમ અને મહત્વનો પ્રયાસ છે. ગોંડલ નરેશનું આ પગલું દેશની પ્રાથમિક કેળવણીના ભાવી ઉ૫ર જબરજસ્ત પરીણામ લાવનારું સાબીત થશે.
“ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ તેના અંકમાં લખ્યું કે ગોંડલ કાઠીયાવાડમાં ઉતમ અને બાહોશી ભર્યા રાશન ચલાવતું રાજય છે. સામાન્ય રીતે ક્ધયા કેળવણી કે કેળવાયેલી મહિલાઓ વિષેના લોકોનાં વિચારો અનુકુળ નથી થતા. પરંતુ પ્રજાજનોએ પોતાના હીત માટે રાજયની કાળજીને સમજી ફરજીયાત શિક્ષિણનાં હુકમને આવકાર્યા અને અપનાવ્યો તે મહત્વભરી પ્રસંશનીય ઘટના છે.
કડીયાકામ કે અન્ય મજુરીએ જતી મહિલા અંગુઠો મારતી હોય પણ ગોંડલ રાજયની ભણેલી મહીાલ સહી કરી શકતી હતી. ગોંડલ રાજયનસ દિકરી હોવાનું આ તેનું પ્રમાણ હતું. ભણતરને કારણે તે શોષણથી બચી શકતી હતી.
એક એવો સમય હતો કે શિક્ષણનો વ્યાપ નજીવો હતો. કેટલાક ગામોમાં ગામઠી શાળાઓ ચાલતી હતી. જેમાં વાણીયા, બ્રાહ્મણ જેવાં ઉચ્ચજ્ઞાતિના ગણાતાં લોકો અક્ષરજ્ઞાન મેળવતા બ્રાહ્મણ ટીપ્પણું વાંચી મુહુર્ત કાઢી આપતા અને વણીયા ચોપડા લખી વ્યાપાર કરતા હતા. આજે ઠેરઠેર શિક્ષણના હાટડાઓએ મંડીબજાર ખોલી મુકી છે. ‘ટયુશન વગર શિક્ષણ અસંભવ’ એવું માનવા વાલીઓને મજબુર અને વિદ્યાર્થીઓને લાચભાર બનાવી મુકયા છે. ત્યારેએ યુગમાં ગોંડલ મહારાજાએ શિક્ષણ અને શિક્ષિતક્ધયા મુદ્દે દેશભરમાં ક્રાંતિ સર્જી હતી. જે આજે એક અમર ઇતિહાસ બની છે. મહારાજા ભગવતસિંહજીનો શિક્ષપ્રત્યેનો અભિગમ અને ખાસ કરીને ક્ધયા કેળવણીનું જબરૂ અભિયાન આજનાં શાસન કર્તાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. રાજયના સુશાસન સાથે શિક્ષણને પણ મહત્વનું પાસુ બનાવવા ગોંડલ અને વડોદરાના રજવાડા અગ્રેસર ગણી શકાય.
“યથારાજા તથા પ્રજા એટલે કે જેવો રાજા તેવી પ્રજાનો ઉતમ સુમેળ ગોંડલ રાજય હતું. આજના સમયમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના મુદ્દે ચુંટણીઓનાં દંગલ થતાં રહે છે. પરંતુ રાજાશાહી કાળમાં ચિત્ર નોખું અને કંઇક અંશે અનોખું હતું. અહીં ભય ભૂખ અને ભ્રષ્ટાચારને બદલે બહુઘા પ્રજાલક્ષી વિચારધારા હતી. એક સમયે કોંગ્રેસે “રોટી કપડાં ઔર મકાનનું સુત્ર વહેતું કરેલું પણ સદીઓ પહેલા મહારાજા ભગવતસિંહજીએ પ્રજામાટે રોટી કપડા અને મકાનને પોતાનો ધ્યેય બનાવેલો હતો. મહારાજા ભગવતસિંહજી ના પ્રજાલક્ષી સ્થ્ાશનનો તવારીખી વધુ ઇતિહાસ (આવતા ગુુરુવારે…)