પૃથ્વીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની સુંદર ઘાટીઓ અને સૃષ્ટિ હિમવર્ષાના કારણે એકદમ ખીલી ઉઠી છે. કલા શિલ્પ સ્થાપત્ય અને સંગીતની સાથો સાથ કુદરતી નજારા પણ કાશ્મીરને વિશ્ર્વના અન્ય ફરવાલાયક સ્થળોથી અલગ તારવે છે. કાશ્મીરમાં હિમ વર્ષાના કારણે ખુશ્નુમા માહોલ સર્જાયો છે. સીઝનનો પ્રથમ બરફ વર્ષા થયા બાદ થોડા દિવસથી સતત હિમવર્ષાના કારણે કાશ્મીરની ઘાટીઓ, પહાડો અને રોડ રસ્તા પર જાણે બરફની શ્ર્વેત ચાદર પથરાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળે છે.
આ નજારો જોઈને યે વાદીયાં… યે ફિઝાએ બુલા રહી હૈ હમે… ગીત વ્યક્તિના મનમાં રણકી ઉઠે છે. અલબત ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરનો શ્રીનગર-લેહ માર્ગ બંધ રહ્યાં બાદ જમ્મુ અને સોનમાર્ગ વચ્ચેના રસ્તાની હાલત પણ ખરાબ છે. હવામાન વિભાગે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરી છે.