રૂકસાર નામની એક છોકરી હતી જે વડોદરા શહેરમાં નોકરી કરતી હતી. તેણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા હોય છે એક સુવ્યવસ્થિત વ્યક્તિ બનવા માટે અને નોકરીમાં સારી પ્રતિષ્ઠા મળે તેના માટે. તેના સંઘર્ષોના પરિણામે તેને ઇન્દ્રજીત ગ્રુપ ઓફ પબ્લિકેશન નામની કંપનીમાં જોબ મળી ગઈ.ત્યાંના મલિક શ્રી ઇન્દ્રજીતભાઈ એ પોતે રૂકસારનું ઇન્ટરવ્યૂ લીધું.રૂકસાર ખૂબ જ ખુશ હતી.પગાર પણ સારો મળતો હતો.ત્યાં તેનો એક મિત્ર પણ બની ગયો હતી સુલોચન .જેના સાથે રૂકસાર મજા આવતી હતી.
થોડાક દીવસોમાં દીવાળીની રજાઓ પડવાની હતી .રૂકસારએ પોતાનું બધું જ કામ પૂર્ણ કરીને દિવાળી પ્લાનિંગ સુલોચન સાથે મળીને શરૂ કરી દીધી હતી.અચાનક દિવાળીના દિવસે રૂકસારને સુલોચન નો ફોન આવ્યો કે , ‘હેપી દિવાળી ,રૂકસાર સુલોચનથી ગુસ્સે હતી કે તારા ઓફીસ વર્કના લીધે આપણે મળી ન શક્યા ને તે તો રજાની મજા બગાડી નાખી ત્યારે સુલોચને કહ્યું સોરીને યાર રજા ન મળી તો શુ કરું હું ? ‘ રૂકસારે વાત ફગાવી દીધી.
બીજા દિવસે હેપ્પી ન્યૂયર કહેવા રૂકસારે એ જ નંબર પર ફોને લગાવ્યો ત્યારે તેના મમ્મીએ ફોન ઉપાડયો અને રૂકસારે પૂછ્યું ક્યાં છે સુલોચન આંટી ? ત્યારે તેના મમ્મીએ કહ્યું કે રૂકસાર બેટા તું આટલા દિવસથી ક્યાં છે ,રૂકસારે પૂછ્યું કેમ આંટી શુ થયું ? તો સુલોચનના મમ્મીએ કહ્યું કે બેટા 2 દિવસ પહેલા જ સુલોચનનું કાર એક્સિડન્ટ થયું અને તે મૃત્યુ પામ્યો .રૂકસારને ધ્રાસકો લાગ્યો કે મને જે ફોન આવ્યો હતો એ કોનો હશે અને શું સાચે જ તે સુલોચન હતો ? જો તે સુલોચન હતો તો તેની આત્મા ભટકતી હશે ?