બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટરમાં લેવાલીનો માહોલ: નિફટીના ટોચના શેરમાં ઉછાળો
કોરોના મહામારી વચ્ચે બેઠા થઇ રહેલા અર્થતંત્રના કારણે શેરબજારમાં આજે પણ તેજીનો સળવળાટ જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થવા લાગ્યું હતું સેન્સેકસ ૪૦૦ પોઇન્ટની છલાંગ લગાવી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, એક્ઝીસ બેંક, મહિન્દ્રા અને આઇટીસી સહિતની કંપનીઓના શેરમાં ૧.૭ ટકા થી લઇ ૨.૮૫ ટકા સુધીનો ઉછાળો આજે જોવા મળ્યો હતો. આજે પણ બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં તેજી રહી હતી. ટેકનોલોજી, ઓટોમોટિવ, ટેલિકોમ, કેમિકલ ફૂડ અને એન્જિનિયરિંગ સેકટરના શેરમાં મહદંશે લેવાલી જોવા મળી હતી.
નિફટીમાં પણ આજે ટોચના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જણાયા હતા. અદાણી પોર્ટ, એસાર મોટર્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, અને એશિયન પેઇન્ટ સહિતના શેરમાં પણ ૧.૬૮ ટકાથી લઈ ૬.૫૪ ટકા જેટલું ઉછાળો જોવાયો હતો.