અહેમદ પટેલની જીતમાં છેતરપિંડી: ૧૭૬ મતોની વીડિયોગ્રાફી ચેક કરો શંકરસિંહ શરદ પવાર સાથે હાથ મિલાવી કોંગ્રેસને ધમરોળશે
ગુજરાતમાં કોંગ્રેસથી છેડો ફાડયા બાદ કોંગ્રેસને તોડી પાડવા માટે શંકરસિંહ વાઘેલા મેદાને પડયા છે. રાજયસભા ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા કવાયત કર્યા બાદ સફળતા ન મળતા હવે બાપુ ‘ઘાયલ સિંહ’ની ભૂમિકામાં આવ્યા છે અને ખરેખર કોંગ્રેસનો દુશ્મન ભાજપ નહીં પણ શંકરસિંહ હોવાનું ઉભરી રહ્યું છે. કોંગ્રેસ સામે આક્ષેપો બાદ હવે એવી ચર્ચા પણ ફેલાઈ છે કે, શંકરસિંહ વાઘેલા શરદ પવાર સાથે મળી કોંગ્રેસનો ઘડો લાડવો કરશે. વિધાનસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે તેવામાં શંકરસિંહનું દાગીપણુ કોંગ્રેસને ભારે પડી જાય તેવી પુરેપુરી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. એનસીપી સાથે મળીને શંકરસિંહ કોંગ્રેસ સાથે બાથ ભીડે તો વિધાનસભામાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડવાની શકયતા છે.
રાજકારણના ટર્નિગ પોઇન્ટ સમી રાજ્યસભાની ચૂટણી રહી હતી અને તેના પરિણામોથી ઘણા માંધાતાઓનું રાજકીય ગણિત ખોટું પડયું છે ત્યારે શંકરસિંહ વાઘેલાના વેવાઇ હારી ગયા બાદ જે રીતે બાપુનું કદ રાજકારણમાં ઘટતું ગયું છે તે જોતા નેતાઓ અને હોદ્દેદારોએ પણ બાપુને પીઠ દેખાડવાનું શરુ કરી દીધું છે તકસાધુ નેતાઓ વસંતવગડો છોડીને હવે કોંગ્રેસ કાર્યાલય તરફ પાછા વળ્યા છે.રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ ફક્ત અહેમદ પટેલને જીત જ નહીં પરંતુ કોંગ્રેસમાં નવો પ્રાણ પુર્યો છે સાથે સાથે ઘણા માંધાતાઓનું રાજકારણ આ પરિણામોની સાથે પુરુ થઇ ગયું હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે તેવી સ્થિતિમાં બાપુના વેવાઇ બળવંતસિંહની હાર બાદ જે રીતે રાજકારણમાં બાપુનું કદ ઘટયું છે તે રીતે તકસાધુ નેતાઓએ પણ પલ્ટી મારી રહ્યા છે.
અગાઉ જ્યારે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ હતો ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે ચેતવણી આપ્યા હોવા છતા પરિણાની ચિંતા કર્યા વગર ગાંધીનગર શહેરના કોર્પોરેટર સહિત જિલ્લાના આગેવાનો પણ બાપુની બર્થડે પાર્ટીમાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ દિવસેને દિવસે જે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો તે વખતે પણ કોંગ્રેસના ઘણા હોદ્દેદારો અને કોર્પોરેટરો વસંતવગડે બેસીને કોંગ્રેસની અવદશા ઉપર મજા લેતા હતા અને ચૂંટણીમાં અહેમદ પટેલનો પરાજય થશે તેમ સ્પષ્ટ પણે કહેતા પણ આ કોર્પોરેટરો સાંભળવા મળ્યા હતા. ત્યારે હવે જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલનો વિજય થયો છે અને બાપુના વેવાઇ બળવંતસિંહને પરાજયનો સ્વાદ ચાંખવા મળ્યો હતોએટલુ જ નહીં, બાપુનું કદ પણ રાજકારણમાં ઘટયું છે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે ત્યારે હવે આ જ તકસાધુ કાર્યકરો, સમર્થકો, હોદ્દેદારો, આગેવાનો, કોર્પોરેટર તથા નેતાઓ વસંતવગડો છોડીને હવે કોંગ્રેસના કાર્યાલય આવતા થઇ ગયા છે .પરિણામો આવવાના હતા ત્યારે પણ સ્થાનિક નેતાઓ કે જે વસંત વગડે બેઠા હતા તે હવે કોંગ્રેસમાં આવતા થઇ ગયા છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ અાવા નેતા અને હોદ્દેદારો સામે વોચ રાખવાની પ્રમુખ સહિત પ્રદેશના નેતાઓને સુચના પણ આપી છે.
રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકની ચૂંટણી ભારે રસાકસીભરી નીવડી હતી અને બે ધારાસભ્યના વોટ રદ કરવાના મામલો છેક દિલ્હી સુધી વિવાદ પહોંચતાં સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ક્ધટ્રી બન્યો હતો. છેવટે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીત તાં આ સસ્પેન્સ ્રિલર પર પડદો પડયો હતો. જોકે કોંગ્રેસના બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ ચૂંટણી ષડયંત્રી જીત્યું છે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના નિર્ણયને પડકારાશે અને જો તેમાં ચૂંટણીપંચના નિર્ણયી વિપરીત ચુકાદો આવશે તો અહેમદભાઇ હારી જશે.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં તો ગત ર૧ જુલાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી. તે વખતે જ પાર્ટીના બંધની મુકત યો હતો એટલે કોંગ્રેસની સસ્પેન્સનની નોટિસનો સ્વીકાર કરું છું અને તે માટે પાર્ટીનો આભાર પણ વ્યકત કરું છું.
ગુરુદાસ કામત સોની બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે વખતે પક્ષના ૩૬ ધારાસભ્યોએ ખુલ્લેઆમ પાર્ટી નેતૃત્વ સામે અસંતોષ વ્યકત કર્યો હતો. રાઘવજી પટેલે તો સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો જ મને હરાવવાની કોશિશ કરે છે. વિપક્ષના નેતા હોવાને કારણેે મેં ગુરુદાસ કામતને સમગ્ર સ્િિતી વાકેફ કર્યા હતા, પરંતુ તેને ગંભીરતાી લેવાઇ નહીં અને ગુરુદાસ કામતને જ હટાવી દેવાયા.
તે વખતે જે ધારાસભ્યોને જવું હોય તે ભલે જાય તેવી ભૂમિકા અપનાવનાર પાર્ટીએ કેમ ધારાસભ્યોને બંધનમાં રાખ્યા? ૧પ દિવસ સુધી કરાવી ફાઇવસ્ટાર હોટલમાં રાખ્યા. શરાબ-શબાબમાં રહ્યા. જો ખુલ્લામાં રાખ્યા હોત તો ૩૦ ધારાસભ્યો કોંગ્રેસ છોડી જવાના હતા તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે સીબીઆઇના પ્રેશરના કારણે પોતે ભાજપ તરફ ઢળ્યા હોવાના આરોપને ફગાવતાં તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા કોઇ પ્રેશરમાં આવે તેમ ની. મેં અશોક ગેહલોત માફી નહીં માગે તો એહમદ પટેલને વોટ નહીં આપું તેમ પણ જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આગલી રાત્રે મને મળીને ક્રોસ વોટિંગ કરીશું તો તમે સા સહકાર આપશો તેવી વિનંતી કરી હતી. આ કારણી પણ મેં કોંગ્રેસને મત નહોતો આપ્યો.
કેન્દ્રીય ચૂંટણીપંચે રિટર્નિંગ ઓફિસરની અવગણના કરી છે અને અગાઉી જ દિલ્હીમાં ષડયંત્ર રચાઇ ગયું હતું તેવો આક્ષેપ કરતાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એજન્ટ પોતાની જગ્યા પરી ઊભા યા હતા અને મતપત્રક છીનવી લેવાની કોશિશ કરી હતી. રાઘવજી પટેલ અપંગ હોઇ પડતા પડતા બચી ગયા હતા. કયા ધારાસભ્ય સામે શું વાંધો ઉઠાવવો તેનું કોંગ્રેસે પહેલેી જ પ્લાનિંગ કરી રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટના કેસોનું ડ્રાફટિંગ પણ તૈયાર હતું. બે ધારાસભ્યોના મત રદ કરાયા હતા.
જે બેઠક કોંગ્રેસ બિનહરીફ જીતી શકે તેમ હતી તેમાં કોંગ્રેસના કારણે ચૂંટણી યોજવી પડી. અહેમદભાઇને હરાવવામાં દિલ્હીવાળાને રસ હતો. દિલ્હીવાળા તેમનો હિસાબ કરવા માગતા હતા. તેવો ગંભીર આક્ષેપ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફકત અડઘા વોટી કોંગ્રેસની જીત ઇ છે તો એની ખુશાલી ભલે મનાવે, પરંતુ આ ચૂંટણીી જેડીયુ અને એનસીપીનું પણ વિભાજન યું છે. આવતા અઠવાડિયે તેઓ ધારાસભ્યપદેી રાજીનામું આપશે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ ગમે તે લખતા પહેલા હવે ચેતી જજો. હું તે સાંખી નહીં લઉં અને પગલાં ભરીશ. દરમિયાનમાં તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં જોડાવાનો ની પરંતુ મારી સો કોંગ્રેસ છોડનારા જેને જોડાવું હોય તે જોડાઈ શકે છે. દરમિયાનમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર અને ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે એવી જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.