રાજકોટ જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો આ સમસ્યાઓ માટે તકેદારીનાં પગલાં લઇ આ ઇયળને નિયંત્રણમાં લઈ શકે છે. જે અન્વયે કપાસની ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા માટે કપાસમાં છેલ્લે અપાતુ પિયત બંધ કરવું અને પાકનો અંત લાવવો,કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવા ભેગા કરી તેનો સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરવો, કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટાં-બકરાં તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ફૂલ તેમજ ખૂલ્યા વગરના જીંડવા ચરી જતા હોય છે, જેથી ગુલાબી ઇયળના અવશેષ પ્રભાવન ઓછો કરી શકાય, કપાસનો પાક પૂર્ણ થતાં તેના અવશેષો યાંત્રિક ઉપકરણ (શ્રેડર) થી ભૂકો/ટૂકડા બનાવી સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરવો, સંગ્રહ કરેલ કપાસમાં ગુલાબી ઇયળ કે તેની ફૂદીંઓ જણાય તો કોઠારમાં એક ફેરોમોન ટ્રેપ ગોઠવી દેવુ અને તેમાં પકડાયેલ ફૂદીનો વ્યવસ્થિત નિકાલ કરવો. કપાસની સાંઠીઓને ખેતરના શેઢે કે અન્ય કોઈ જગ્યાએ સંગ્રહ કરવો નહી અથવા રાખી મૂકવી નહી, કપાસની સાંઠીઓને ખેતરમાંથી ઉપાડયા બાદ, ઉનાળે ઊંડી ખેડ કરવી જેથી સુષુપ્ત અવસ્થાઓનો સૂર્ય તાપમાં અથવા પક્ષી દ્વારા નાશ થાય, જીનીંગ ફેક્ટરીઓમાંથી નીકળતા વધારાનાં કચરાને બાળીને સમયાંતરે નાશ કરતો રહેવો તથા જીનીંગ ફેક્ટરીની આજુબાજુ ફેરોમોન ટ્રેપ લગાવવા, આગામી ખરીફ ઋતુમાં કપાસનું આગોતરું વાવેતર સદંતર રીતે નિવારવું, કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી ખાતુ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરે સાથે સંપર્કમાં રહી આ જીવાતના નિયત્રંણ માટે સામૂહિક પગલા લેવા. રેડીયો, દૂરદર્શન, દૈનિક પેપર, કૃષિ વિષયક સાહિત્ય વગેરેનો અભ્યાસ કરી તેને અનુસરવાથી પણ ગુલાબી ઇયળના નિયત્રંણ માટેની સચોટ માહિતી મેળવી શકાય છે, ગુલાબી ઇયળના નિયંત્રણ માટે ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇ.સી. અથવા ૧૪.૫ એસ.સી. ૫ થી ૭ મી.લી. અથવા ક્લોરએન્ટ્રાનીલીપ્રોલ ૨૦ એસ.સી. ૩મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫% એસ.પી. ૩ મી.લી. અથવા ફ્લુબેન્ડિયામાઈડ ૧૫ ગ્રામ દવામાંથી કોઇ પણ એક દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. આ પ્રકારના પગલાઓથી ગુલાબી ઇયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦ ૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.આર.ટીલવા દ્વારા સર્વે ખેડૂત મિત્રોને અનુરોધ કરવામા આવે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન