‘અસ્ત્ર’ નામક મિસાઈલ ધ્વની કરતા ૪ ગણી ઝડપે લક્ષ્યને ભેદવાની શકિત ધરાવશે: હવાઈથી હવાઈ હુમલામાં અસ્ત્ર અત્યંત ઉપયોગી નિવડશે
દેશને તમામ ક્ષેત્રે સુરક્ષિત કરવા માટે સરકાર હાલ વિચારણા અને નવા નિયમો અમલી બનાવી રહી છે ત્યારે સંરક્ષણ ક્ષેત્રે દેશને સુરક્ષા કવચ આપવા માટે પણ સરકાર દ્વારા અનેકવિધ નવા આવિસ્કારો કરવામાં આવી રહ્યા છે જેના પરિણામરૂપે તેજસ ફાઈટર અસ્ત્ર નામક મિસાઈલ સાથે હવે ઉડાન ભરશે. પ્રાપ્ત માહિતી મુજબ અસ્ત્ર મિસાઈલ ઘ્વની કરતા ૪ ગણી ઝડપે લક્ષ્યને ભેદવાની શકિત ધરાવે છે ત્યારે આ મિસાઈલ હવાઈથી હવાઈ હુમલા માટે અત્યંત ઉપયોગી નિવડશે. અસ્ત્રનું પરિક્ષણ સફળતાપૂર્વક થતા ભારતીય સંરક્ષણ વિભાગ રશિયન મિસાઈલ પર પૂર્ણવિરામ લાદશે. અસ્ત્ર મિસાઈલ માત્ર સવારના નહીં પરંતુ તમામ પ્રકારનાં વાતાવરણો તથા દિવસ અને રાત્રીના સમયમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. હાલ તેને ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યને ભેદવા માટે તેને તૈયાર કરવામાં આવી છે.
ડીઆરડીઓ દ્વારા હાલ જે અસ્ત્ર મિસાઈલને બનાવવામાં આવ્યું છે તેની લક્ષ્ય ભેદવાની ક્ષમતા હાલ ૧૦૦ કિલોમીટરની નિર્ધારિત કરાઈ છે જેમાં આગામી સમયમાં તેજ મિસાઈલના માર્ક-૨ વર્ઝન કે જે ૧૬૦ કિલોમીટરની રેન્જ પર લક્ષ્ય ભેદી શકશે કે જે આવનારા વર્ષનાં પ્રથમ છ માસમાં જ તૈયાર થઈ જશે. સંરક્ષણ વિભાગનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અસ્ત્ર મિસાઈલમાં સતત સુધારા કરી તેનું માર્ક-૩ વર્ઝનની રેન્જ ૩૫૦ કિલોમીટરની કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. હાલ રશિયન નિર્મિત સુખોઈ-૩૦ એમ.કે.આઈ ફાઈટર જેટમાં અસ્ત્ર મિસાઈલ સફળતાપૂર્વક લાગી શકે છે તે અંગેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ૭.૫ કરોડ પ્રતિ મિસાઈલનો ખર્ચ સરકાર ઉપર આવી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં પણ હિન્દુસ્તાન એરોનોટીકસ લીમીટેડ પાસેથી સરકાર તેજસ માર્ક-૧એ નામક ૮૩ ફાઈટર જેટોને ૩૭ હજાર કરોડના ખર્ચે ખરીદશે કે જે સ્થાનિક અને ઈન્ડીજીનીયસ ક્ષેત્રે સૌથી મોટી મિલીટ્રી કરાર માનવામાં આવી રહ્યો છે. હાલ ન્યુકિલયર ક્ષેત્રે પણ ભારત અન્ય દેશોની સરખામણીમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે ત્યારે ભારતે ન્યુકિલયરથી સુસજજ અગ્નિ-૫ મિસાઈલ કે જેને ઈન્ટરકોન્ટીનેટલ બ્લાસ્ટીક મિસાઈલ માનવામાં આવે છે તે ૫ હજાર કિલોમીટર દૂર લક્ષ્યને સરળતાપૂર્વક ભેદી શકશે. આ તમામ નવા આવિસ્કારો જે ઝડપે થયા છે તેનાથી સૌથી વધુ સમય ૧૬ વર્ષનો અસ્ત્ર મિસાઈલ બનાવવા માટે લાગ્યો છે પરંતુ આ મિસાઈલ સંરક્ષણ ક્ષેત્રે મળતા ભારતનું સુરક્ષા કવચ અત્યંત મજબુત બની જશે.