સીબીએસઇ સચિવ અનુરાગ ત્રિપાઠીએ આપી માહિતી
કોરોનાની મહામારી વચ્ચે પણ સીબીએસઇ પરીક્ષા યોજવા સજ્જ છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE)ના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ ૧૦મા -૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા ૨૦૨૧ વિશે માહિતી આપી છે. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, CBSE ની ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા ચોક્કસપણે લેવામાં આવશે અને તેનું શિડ્યૂલ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સામાન્ય રીતે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ CBSE દ્વારા ડિસેમ્બર મહિનામાં જ જાહેર કરવામાં આવે છે. અગાઉ વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં બોર્ડે નવેમ્બરની શરૂઆતમાં જ ડેટાશીટ રજૂ કરી હતી. જો કે, આ વર્ષે કોરોનાને કારણે નવા સેશનમાં વિલંબ થવાને કારણે CBSE બોર્ડ પરીક્ષા ૨૦૨૧ની તારીખો અંગે હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બોર્ડની પરીક્ષા ૨૦૨૧ અંગે ઘણા વિદ્યાર્થીઓ અને માતા-પિતાને અપેક્ષા છે કે પરીક્ષા મે મહીના સુધી પોસ્ટપોન થઈ શકે છે. CBSE ના સામાન્ય શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આ પરીક્ષાઓ દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવામાં આવે છે. જો કે, પરીક્ષા પોસ્ટપોન કરવાની અટકળો વચ્ચે બોર્ડ સેક્રેટરીએ આ પરીક્ષા અંગે આ મહત્ત્વની માહિતી આપી ચર્ચાનો અંત લાવી દીધો છે.