વાઘા બોર્ડર પર દેશનો સૌથી વિશાળ ત્રિરંગો લહેરવામાં આવ્યો હતો. ભારત પાક બોર્ડર પર ત્રિરંગો લહેરાવ્યાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થઈ ગયો. એવું માનવમાં આવે છે કે 360 ફૂટ ઊચા આ ધ્વજ ને લાહોર થી પણ જોઈ શકાશે. પેહલા જ દિવશે રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પંજાબના નાગર મંત્રી અનિલ જોશી એ આ ધ્વજને લહેરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આઈજી બીએસએફ મુખ્યાલય સુમેર સિંહ પણ ત્યાં પહોચ્યા હતા. સીમા ઉપર સૌથી ઊચા ત્રિરંગા લહરાવાની વાત સૌથી પેહલા તેના જ મન માં આવી હતી. તે સમયે તે બએસએફ માં ડી આઈજી બોર્ડર રેન્જમાં હતા. તેમણે મંત્રી અનિલ જોશી સાથે સંપર્ક કરી અને કેન્દ્ર પાશે પ્રસ્તાવ મોંકલ્યો હતો..
જુઓ આ વાઘા બોર્ડર પર નો વિડીયો કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે…
હોશિયારપૂરની કંપની કરશે આ ત્રિરંગાની દેખભાળ
ત્રણ વર્ષ માટે દેશના સૌથી વિશાળ ત્રિરંગાની દેખભાળની જવાબદારી હોશિયારપુરની ભારતની ઇલેક્ટ્રિક કંપનીએ લીધો છે..
બીએસએફ જવાનો એ આપી સલામી
ત્રિરંગો ફરકાવ્યા બાદ બીએસએફના 6 જવાનોએ સૌથી પેહલા આપી સલામી
પાકિસ્તાનને ખટક્યો ભારત નો ત્રિરંગો
સૌથી વિશાળ ત્રિરંગો ફરકાવ્ય પર પાકિસ્તાને વિરોધ પ્રદર્શિત કર્યો છે. પાકિસ્તાન રેંજરએ સીમા પર સુરક્ષા બળ ને ફરિયાદ લખી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સંધિના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ધ્વજને હટાવાની માંગ કરી છે
ભારતે પાકિસ્તાનના આરોપ ને નકાર્યો
ભારતીય અધિકારીઓએ ના કહવા પ્રમાણે ધ્વજને બોર્ડર થી 200 મીટર પેહલા લગાવવામાં આવ્યો છે. અને કોઈ પણ પ્રકારે આંતરરાષ્ટ્રીય સંધિ નું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. પંજાબ સરકાર ના મંત્રી અનિલ જોશી એ કહ્યું કે અમને અમારી જમીન પર ધ્વજ ફરકાવતાં કોઈ રોકી નહીં શકે.
ત્રિરંગાની વીશેષતા
360 ફૂટ ઊચો આ ત્રિરંગો ફરકારવીને ભારતે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
3.50 કરોડ રૂપિયાનો ખર્ચ ત્રિરંગો બનાવવામાં થયો.
55 ટન લોખંડનો પોલ ત્રિરંગાને ફરકવા માટેનો મંચ તૈયાર કર્યો છે
60 લાખ રૂપિયાના ભાડે પોલ ઊભો કરવા માટે હાઈડ્રોલિક ક્રેન મંગાવવામાં આવી
120 ફૂટ પહોળો અને 80 ફૂટ ઊચો છે આપનો રાષ્ટ્રીય ધ્વજ
ત્રિરંગાનો પોલ 350 ફૂટ ઊચો અને 110 ફૂટ મોટો છે
12 ત્રિરંગા રેઝર્વમાં રાખ્યા ગયા છે જેથી ખરાબ થવા સમયે તેને બદલી શકાય…