લક્ષ્મીનગર અને ઇન્દ્રપ્રસ્થ બ્રિજ કફર્યુ દરમિયાન બંધ: ઇમરજન્સી અને આવશ્યક સેવા ચાલુ રહેશે:લગ્ન પ્રસંગ માટે સ્થાનીક પોલીસ મથકની મંજુરી જરુરી
દિવાળીના પર્વ પૂર્ણ થતા રાજયમાં કોરોનાની બીજી લહેર આવતા અને પોઝિટીવ દર્દીઓનો અનલોકમાં રાફડો ફાટતા રાજય સરકાર દ્વારા અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રિ કફર્યુ લાદવામાં આવતા જેને પગલે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર નામુ બહાર પાડી રાત્રિ કફર્યુનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે.
વધુ વિગત મુજબ શહેરોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કફર્યુ લગાવવામાં આવ્યો છે. જેને પગલે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડી તા.ર૧ નવેમ્બરથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી રાત્રિના ૯ થી સવારના ૬ કલાક દરમિયાન કફર્યુ લગાવવામાં આવ્યો છે. કરફ્યુ દરમ્યાન રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવુ નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહી, રખડવુ નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવુ નહી જે કરફ્યુ નો ભંગ કરનાર વિરૂધ્ધ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. કરફ્યુ સમય દરમ્યાન સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ ના કર્મચારીઓ /અધિકારી, પોલીસ, હોમગાર્ડ, સીવીલ ડિફેનસ, મ્યુનિસીપલ કોર્પોરેશન-નગરપાલીકા, પંચાયતની સેવાઓ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ, ફરજના ભાગરૂપે સરકારી કર્મચારીઓની અવર-જવર, તમામ માલ સામાન પરીવહન કરનારાઓ, જાહેર અને ખાનગી ક્ષેત્ર સહીતના તમામ તબીબી સંસ્થાઓ અને તેમના ઉત્પાદન, વિતરણ એકમો જેવા કે ડીસ્પેન્સરી, કેમિસ્ટ વિગેરે, દવાની દુકાનો, આવશ્યક ચીજવસ્તુઓ, હોસ્પીટલ્સ, વેટરનીટી હોસ્પીટલો અને તેને સંબંધિત મેડીકલ સંસ્થાઓ, તેના ઉત્પાદન અને વિતરણ યુનિટ સહિત જાહેર અને ખાનગી બંન્ને ક્ષેત્રોમાં દવાખાનાઓ, કેમિસ્ટ, ફાર્માસીઓ (જન ઔષધિ કેન્દ્રો સહીત) અને ફાર્માસ્યુટીકલ રિસર્ચ લેબ, રેલ્વે અને એરપોર્ટ પર માલ-સામાનની હેરફેર માટેની પ્રવૃતિઓ, રેલ્વે તથા હવાઇમાર્ગે અવર-જવર કરનારા મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટીકિટ રજુ કર્યેથી મંજુરી જે માટે ટેકસી તથા રેડીયો કેબ સેવાઓ ચાલુ રહેશે, ખાનગી સીકયુરીટી સેવાઓ, પોલીસ કમિશ્નર રાજકોટ શહેર તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા-જવા માટે ખાસ પરવાનો આપવામા આવેલ હોય તેવા વ્યકિતઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડીયા, ન્યુઝ પેપર્સનુ પરીવહન અને વિતરણ, દુરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ અને કેબલ સેવાઓ અને આઇ.ટી. આધારીત સેવાઓ, ભારતીય રેડ ક્રોસ સોસાયટીઓની સેવાઓ, એ.ટી.એમ. બેંકીંગ ઓપરેશનના વ્યકિતઓ, રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાંથી પસાર થતા બાયપાસ રોડ (૧) ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રોડ (૨) જામનગર રોડ માઘાપર ચોકડી થી માલીયાસણ ચોકડી સુધીનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે, લગ્ન પ્રસંગમા સ્થાનીક પોલીસ સ્ટેશન ની મંજુરી અનુસાર, ઉપરોકત તમામ છુટછાટો તજ્ઞભશફહ ઉશતફિંક્ષભશક્ષલ, ફેસ કવર, હેન્ડ સેનેટાઇઝેશન વિગેરે સબંધમા કોવિડ-૧૯ ની માર્ગદર્શક સુચનાઓના ચુસ્તપણે પાલન કરવાની શરતે મંજુરી આપવામા આવે છે. તેમજ કરફ્યુ સમય દરમ્યાન રાત્રીના ૦૯.૦૦ થી સવારના ૦૬.૦૦ સુધી આજી નદીના પુલો પૈકી ફકત અગત્યના કામકાજ માટે કેશરહિન્દ પુલ ખુલ્લો રાખવામાં આવશે તેમજ પસાર થતી રેલ્વે લાઇન અન્ડરબ્રીજો પૈકી ફકત કાલાવાડ રોડ અન્ડરબ્રીજ અગત્યના કામકાજ માટે ખુલ્લો રાખવામાં આવશે.
જિલ્લો સુરક્ષીત, કોઈ પાબંધી નહીં
જિલ્લાની સ્થિતિ શહેરની સાપેક્ષે ઘણી સારી હોવાથી નિરાંતનો શ્ર્વાસ લેતુ તંત્ર: ગ્રામ્ય કક્ષાએ સારી સ્થિતિ જાળવી રાખવા આરોગ્ય સેવા ઉપર વધુ ધ્યાન આપવાનો નિર્ધાર
રાજકોટ શહેરમાં આજથી રાત્ર કર્ફયુ લાગુ થનાર છે. જયારે જિલ્લા સુરક્ષીત હોય માટે ત્યાં કોઈપાબંધી રાખવામાં આવી છે. રાજકોટ શહેર સિવાયના વિસ્તારમાં કર્ફયુ લાગુ થનાર નથી જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો છૂટથી હરીફરી શકશે. ગ્રામ્યની સ્થિતિ સારી હોય અધિકારીઓ રાહતનો શ્ર્વાસ લઈ રહ્યા છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ બીજા તબકકામાં વધ્યુ છે. ત્યારે અમદાવાદની જેમ રાજકોટમાંપણ ગઈકાલે રાત્રી કર્ફયુની જાહેરાત કરવામાં આવી હતી. રાત્રી કર્ફયુની અમલવારી આજ રાત્રીથી શરૂ થનાર છે. જેમાં રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાનાકેસ ખૂબ ઓછા છે. ત્યાંની સ્થિતિ શહેર કરતા ઘણી સારી હોય ત્યાં કોઈપણ પ્રકારની પાબંધી મૂકવામાં આવી નથી સરકારે જે અગાઉ ગાઈડલાઈન જાહેર કરી છે. માત્ર તેની જ અમલવારી જિલ્લામાં કરવાની રહે છે.
ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનીસ્થિતિ નિયંત્રણમાં છે છતા પણ કોઈ જોખમ ન રહે તે માટે અત્યારથી જ તંત્ર દ્વારા તકેદારી શરૂ કરી દેવામાં આવી છે બીજા તબકકામાં ગ્રામ્ય વિસ્તારો સુરક્ષીત રહે તે માટે આરોગ્ય સેવાઓ સંઘન કરી દેવામાં આવી છે.