આ સોશિયલ મીડિયાના સમયમાં લોકોને પોતાનું મનોરંજન મેળવવા માટે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ય છે પરંતુ એક સમય એવો હતો કે લોકો મનોરંજન મેળવવા માટેનું એક માત્ર સાધન હતું ટેલિવિઝન .
ટેલિવિઝનની શોધ સૌપ્રથમ 1925માં જોન લોગી બેયર્ડ કરી હતી. જેમાં ફક્ત ચલચિત્રો પ્રસારિત કરવામાં આવતા.ત્યારબાદ 1928 માં જોન લોગી બેયર્ડ દ્વારા જ રંગીન ટેલિવિઝનની શોધ કરવામાં આવી. ભારતમાં પહેલું પ્રસારણ 15 સપ્ટેમ્બરના રોજ 1959માં દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.
ટેલિવિઝન દ્વારા લોકો બધા જ પ્રકારનું મનોરંજન મેળવતા કારણ કે લોકો બીજા કોઈ ઉપકરણોની શોધ થઈ નથી. આખો દિવસ જો પરિવાર કામમાં વ્યસ્ત હોય તો સાંજે આંખો પરિવાર સાથે બેસીને સમૂહ મનોરંજન મેળવી શકે છે. ટેલિવિઝન દ્વારા દેશ વિદેશની માહિતી પણ મેળવી શકાય છે.
આજે આ ટેલિવિઝનનું સ્થાન ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ઓવર ધ ટોપ માધ્યમો એ લીધું છે.જેમાં નેટફ્લિક્સ, એમેઝોનપ્રાઈમ વિડિઓ, હોટસ્ટાર ,સોની ટીવી ,એમએક્સ પ્લેયર વગરેનો સમાવેશ થાય છે. આ બધા જ માધ્યમોને કારણે દર્શકો પોતાને મનપસંદ મનોરંજન મેળવી શકે છે.
ઓટીટી મધ્યમોને કારણે ટેલિવિઝન માધ્યમને થતું નુકસાન:
> ઓટીટી માધ્યમોના કારણે ટેલિવિઝનના દર્શકો ઘટી ગયા છે કારણ કે ઓટીટી માધ્યમોમાં તેમની મનપસંદ વસ્તુઓ જોઈ શકે છે જ્યારે ટેલિવિઝનમાં જે આવે છે તે ન જોવું પડે.
> પહેલાના સમયમાં ઘરમાં એક જ ટેલિવિઝન હતું તેથી બધા જ લોકો સહપરિવાર મનોરંજન મેળવતા પરંતુ આ ઓટીટી માધ્યમો મોબાઇલમાં જ આવવાથી લોકો સ્વૈચ્છિક રીતે મનોરંજન મેળવે છે.
ટેલિવિઝનનું માધ્યમ આજે પણ લોકપ્રિય છે કારણકે ઓટીટી માધ્યમોમાં પ્રીમિયમ ભરવું પડે છે અને ટેલિવિઝનમાં ભરવું પડતું નથી.
ઓટીટી માધ્યમને એટલા માટે વધુ પસંદ કરી રહ્યા છે કારણકે ઓટીટી માધ્યમ લોકોને મનપસંદ મનોરંજન પૂરું પાડે છે.
અત્યાર સમયમાં સ્માર્ટ ટેલિવિઝન આવી ગયા છે જે બ્લુટુથ દ્વારા ટેલિવિઝન સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે છે . ગમે તેટલા માધ્યમો આવી જાય પરંતુ ટેલિવિઝનનું મહત્વ એ જ રહેશે કારણકે ઘરમાં જે વૃધ્ધવ્યક્તિઓ હોય છે તેઓને સ્માર્ટ ફોનનો વપરાશ કરતા આવડતું ન હોય માટે તેમના મનોરંજન મેળવવા માટેનું એકમાત્ર સાધન ટેલિવિઝન જ રહે છે. કોઈ પણ સાધનો ટેલિવિઝનની લોકપ્રિયતા ઘટાડી શકે નહીં.