ધાર્મિક દ્રષ્ટીએ પાળવાની જરૂરત ન હોવાનો મત
વિક્રમ સંવત 2077માં કુલ ચાર ગ્રહણ થવાના છે.તેમાં બે ચંદ્રગ્રહણ છે અને બે સૂર્યગ્રહણ છે. પરંતુ આમાથી અકે પણ ગ્રહણ આપણા સૌરાષ્ટ્રમાં અને રાજકોટમા નહિ દેખાઈ આથી ધાર્મીક દ્રષ્ટીએ પાળવાના નહિ રહે.
– કારતક શુદ પૂનમને સોમવાર તા.30.11 આ ચંદ્રગ્રહણ વૃષભ રાશીમાં થશે રોહિણી નક્ષત્ર છે. આ ગ્રહણ એશીયા , ઓસ્ટ્રેલિયા અમેરિકામાં દેખાશે ભારતમાં નહિ દેખાઈ આથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાની જરૂર નથી.
– કારતક વદ અમાસને સોમવાર તા.14.12ના દિવસે સૂર્યગ્રહણ થશે ધનરાશીમા થશે આ ગ્રહણ અમેરિકાના દક્ષિણ ભાગમાં દેખાશે ભારતમાં દેખાવાનું નહી હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાની જરૂર નથી.
– વૈંશાખ સુદ પૂનમને બુધવારે તા.26-6-2021ના દિવસે ચંદ્રગ્રહણ થાશે આ ગ્રહણ વૃશ્ર્ચિક રાશીમાં થશે આ ગ્રહણ ભારતનાં કેટલાક પૂર્વભાગમાં તથા અમેરિકા ઓસ્ટ્રેલિયામાં દેખાશે આ ગ્રહણ સૌરાષ્ટ્રમાં દેખાવાનું નહોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાની જરૂર નથી.
– વૈશાખ વદ અમાસને ગૂરૂવાર તા.10-6-21ના દિવસે સૂર્યગ્રહણ થશે વૃષભ રાશીમાં થશે આ ગ્રહણ યુરોપ અમેરિકા, રશીયા કેને, એશિયામાં દેખાશે ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ પાળવાની જરૂર નથી.આમ આખા વર્ષ દરમ્યાન ચાર ગ્રહણ થશે. પરંતુ એક પણ ગ્રહણ આપણા સૌરાષ્ટ્ર રાજકોટમાં નહિ દેખાઈ આથી આની અસર સારી આવી શકે છે.