કબજીયાતને સર્વરોગની જનની કહેવાય છે: પ્રવાહી આહાર વધુ લેવા અને તીખું-તળેલુ ઓછા લેવા જરૂરી છે: પાન, બીડી, તમાકુ બંધ કરવા
આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે પાઇલ્સડેનિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોકટોલોજીસ્ટ મળ માર્ગના નિષ્ણાંત ડો. એમ.વી.વેકરીયા હરસ, મસા-પાઇલ્સ વિષે આપણને વિશેષ સવિસ્તાર તેના થવાના કારણો, તેના લક્ષણો, હરસથી બચવાના અને ન થાય તે માટેની પરેજી, તેની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રવર્તી રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રધ્ધા વિશે સચોટ માહિતી આપશે.
ડો. એમ.વી.વેકરીયા સૈરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિ આધુનિક ટેકનોલોજી અમેરીકના અલ્ટાસોનીક હાર્મોનીક ફોક્સ જર્મન ઇન્ફારેડ કોએગ્યુલેશન જાપાનીઝ હેલ-સ્ટેપર, વેસલ સીલર, લેસર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધારેલ છે. હરસ મસા એટલે શું? આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેશરના કારણે તેમજ લાઇફ સ્ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ કુલાઇને ગંઠો આચળ જેવું જ બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ મસા એ મળમાર્ગમાં થતો અતિકષ્ટકાયક વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુ:ખાવો, બળતરા તથા લોહી પડે છે.
આ આચળ ગઠાને આપણે ગુજરાતીમાં હરસ મસા-હીન્દીમાં બવાસીર-સંસ્કૃતમાં અર્શ અંગ્રેજીમાં પાઇલ્સ મેડીકલમાં હેમોરોઇડસ લેટીનામાં પીલા કહેવાય છે. હરસ થવાના કારણો: કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવાનું બંધ કરવા. આજની લાઇફસ્ટાઇલ, મળમાર્ગના રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફુટ, સુપ, જુસ વધારે લેવા. તેમજ પાન, બીડી, તમાકુ, ફાકી બંધ કરવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતું અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાકની અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકફુડનું વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ, તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.
હરસ-ફીશર ભગંદરમાં જોવા મળતા સામાન્ય લક્ષણો:
મળત્યાગ વખતે મળમાર્ગમાં દુ:ખાવો, બળતરા અથવા રક્તસ્ત્રાવ થવો, સંડાસ જતી વખતે આચળ જેવો કંઇક બહાર નીકળવો, કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો, બેસવામાં તકલીફ થવી. દુ:ખાવો થવો, મળમાર્ગમાં ખંજવાળ આવવી, રસી નીકળવા, ચીકાશ આવવી કે ભીનું લાગવું, વારંવાર મળમાર્ગની આસપાસ ગડગુમડ જેવું થઇને રસી નીકળવી.
હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સૂચનો અને જરૂરી પરેજીમાં મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં, કાયમ કોઇ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવીએ અત્યંત હાનિકારક છે, કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહીં, ભુખ લાગે ત્યારે ફળ અને શાકભાજી સુપાચ્ય આહાર પૂરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત અટકે છે.
અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ: અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે. જેની ડીઝાઇન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવો કોમ્પ્યુરાઇઝર સોફટવેર પ્રોગ્રામ છે. જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફટવેર પ્રોગામ તેમા અપડેટ થઇ શકે છે. એકદમ પરફેકટ અને માઇક્રો ડિસેકશન થઇ શકે છે. લાર્જ વેસલ-લોહીની નળીને પણ સીલીંગ કેપેસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્ય ફાયદાએ છે કે તેમાં અલ્ટ્રાસોનીક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જે ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુ મ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્લડ લોસ અને બનીંગ નહીવત થાય છે. અને હીલીંગ ઝડપથી થાય છે. બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી. આ અતિ લેટસ્ટ મશીન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એસ્ટ્રોન ચોક ખાતે આવેલ સુશ્રૃત હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ખુબ જ સરળતાથી સફળતાપૂર્વક આ મશીનથી સારવાર અપાઇ છે. હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રર્વતતી પ્રચલીત ગેરમાન્યતા-અંધશ્રધ્ધા મા જેમ કે હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે, ઘણા લોકો માનતા/દિવા માને છે, હસરને મંત્રેલી ચા પીવે છે. હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે.