શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત મહાપાલિકાના તમામ અધિકારીઓ / કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી હતી અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા નિરંતર પ્રતિસાદ મળી રહ્યો છે. સતત છટ્ઠા શુક્રવારે પણ ઘરેથી ઓફીસ સુધી સાયકલ અથવા ચાલીને ઓફીસ આવ-જા કરી હતી. મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. હાલની સ્થિતિ માં ધ્યાનમાં રાખીએ જોઈએ ટી શરીરને તંદુરસ્ત રાખવું ખુબ જરૂરી છે, મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરે અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે શરૂઆત પોતાનાથી કરેલ અને સતત આજે છટ્ઠા શુક્રવારે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતા.
Trending
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન