મંદિરનો પાટોત્સવ, નવરાત્રી મહોત્સવમાં યજ્ઞ (હવન) સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે
રાજકોટ શહેરમાં પટેલનગર-૧, સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલ મોઢા બ્રાહ્મણ અને વણિક પરિવારના કુળદેવીમાં મોઢેશ્ર્વરીનું મંદિર અતિ સુંદર અને ભવ્ય છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે રાજા રામના દર્શન થાય છે. તેમની બાજુમાં રાધા ક્રિષ્ના પણ બિરાજમાન છે. મોઢેશ્ર્વરી માતાજી પહેલા દિવાન પરામાં અકે વણીયાના ઘરે બિરાજમાને હતા. તેમના ઘરે નીચે મૂર્તિને ઉપર તેઓ રહેતા હતા. માજીને સ્વપ્નમાં આવીને માતાજીએ કહ્યુ કે મને અહીંથી સ્થળાંતર કરાવો, તે વખતે ‘રાજા રામ મંદિરનું નિર્માણ ચાલુ હતું.ત્યારે માજીને ખબર પડી કે રાજા રામ મંદિરનું નિર્માણ ચાલુ છે તો માતાજીની અહીં પ્રાણપ્રંતિક કરીને બેસાડવાની વાત કરી ત્યારે મોઢેશ્ર્વરી માતંગી માતાજીની દિવ્ય સ્વરૂપ મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા તા.૨૭-૫-૧૯૭૮ના રોજ ધામધુમથી કરવામાં આવી આ મુર્તી પ્રાણપ્રતિષ્ઠાના પ્રેરક અને મંદિરના આંધ સ્પાપક અંબાશંકર જીવરામ ત્રિવેદી છે. ડાલમાં માતાજીની સેવા, પુજા, આરતી તેમના જયેષ્ઠ પુત્ર રવિશંકરભાઇ ત્રિવેદી કરી રહ્યા છે. તેઓ નિત્ય સવારે વહેલા ઉઠી મંગળા આરતી, સાંજે સંધ્યા આરતી કરે છે. તેમના પત્ની હર્ષીદાબેન માતાજીના સ્નાન શણગાર, ધુપ-દિપ વગેરે જવાબદારી સંભાળે છે.
રાજકોટના ઘણા ભાવિકો ભકતો માતાજીના દર્શનનો લાભ લ્યે છે. મોઢ વાણીયા મોઢ બ્રાહ્મણના ઘણા ભાઇ બહેનો ચાલીને માના સ્થાનકે આવી માના દર્શન ભાવવિતોર બને છે.
બહાગામથી પણ માના ભકતો દર્શને આવે છે. તથા દરેક ધાર્મિક ઉત્સવો જેમ કે માતાજીના મંદિરનો પાટોત્સવ, નવરાત્રી મહોત્સવ રૂપે કળશ સ્પાપન, અખંડ દીવો, ઝવેરી સ્થાપના, નવરાત્રી દરમિયાન રોજ રાત્રે રાસ ગરબા અને આસો સુદ નોમને દિવસે માતાજીનો યજ્ઞ (હવન) કરવામાં આવે છે. જે કોઇ શ્રધ્ધા રાખી માતાજીના દર્શન કરે છે ત્યા માની ભાવભક્તિ કરે છે તે સર્વે સફળતાના અધિકારી બને છે.