વિધાનસભાની તમામ આઠ બેઠકો જીતવા બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા
શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મીરાણીની પુન: નિયુક્તિને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરે આવકારી હતી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને પણ વિધાનસભાની તમામ આઠ બેઠકો જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશભાઈ મીરાણીની પુન: નિયુક્તિ કરવામાં આવી છે. જેને ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, વોર્ડ નં.૧૩ના પ્રમુખ વિજયભાઈ ટોળીયા, વોર્ડ નં.૧૩ના મહામંત્રી કેતાન્નભાઈ વાછાણી, ધીરુભાઈ તરાવિયા, ભાજપ અગ્રણી ભરતભાઈ બોરીચા આવકારી હતી.તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ મીરાણીને ફરી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે સબબ આભાર માન્યો હતો. કમલેશભાઈ મીરાની બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સતત ૩ ટમથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. ખુબ નાની ઉમરે સામાજીક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત સાથે તેઓ રઘુવંશી આગેવાન તરીકે કાર્યરત છે. તેઓએ રાજકીય કારકિર્દીની શરૂઆત સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ વહન કરી છે. યુવા મોરચાના મહામંત્રી અને ત્યારબાદ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. તેઓ વિવિધ મહાનગરોમાં, શહેરોમાં અને રાજ્યમાં ચુંટણીલક્ષી વિવિધ કામગીરી અને જવાબદારી સફળતાપૂર્વક તેઓએ કરેલ છે. કમલેશભાઈ મીરાણીને ફરીથી રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે નિમણુંકને આવકારી અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.