રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી
ગોંડલ સંપ્રદાયની પરંપરા મુજબ ભાવદિક્ષીત વડીલ ગુરૂવર્યો તા વડીલ પૂ. મહાસતીજીના દર્શનો પધા૨તા હોય, એ જ પરંપરાને અનુસરીને અનેક આત્માઓને સંયમ દાન આપી પ૨મ ઉપકા૨ કરી ૨હેલા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં દીક્ષાર્થી અંગિકા૨ ક૨વા નગની ૨હેલા ૯ મુમુક્ષુઓ સંયમ ભાવોી રાજકોટમાં રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષ્થાધશાળાના આંગણે તપસ્વીની સાધ્વી૨ત્ના પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી ઠાણા-૨૦ ના દર્શન ક૨વા માટે પધારેલ હતા. આચાર્યદેવ પૂ. ડુંગ૨સિંહજી મહારાજ સાહેબની ગાદીના દર્શન ર્એ તેમજ પૂ. મહાસતીજીના દર્શન ર્ક્યા બાદ રાજકોટ પધાર્યા હતા. મુમુક્ષુ ફેનિલકુમા૨ અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધા૨, મુમુક્ષુ નિરાલીબેન ખંધા૨, મુમુક્ષુ એક્તાબેન ગોસલીયા, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુસીબેન મહેતા, મુમુક્ષુ મિશ્ર્વાબેન ગોડા, મુમુક્ષુ નિધિબેન મડિયા તેમજ મુમુક્ષુ દિયાબેન કામદા૨ને આવકા૨વા ગોંડલ સંપ્રદાયના ચંદ્રકાંતભાઈ શેઠે નવ – નવ આત્માના સંયમભાવોની ભૂરી ભૂરી અનુમોદના કરી રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવને વિનંતિ કરેલ હતી કે, રાજકોટના આંગણે મુમુક્ષુઓનું આગામી માસમાં રાજકોટના તમામ સંઘોના વ૨દ હસ્તે સન્માન થાય એવી ભાવના સાથે વિનંતી કરેલ હતી.