શાંતિ માટે નોબલ પ્રાઈઝ મેળવનાર વડાપ્રધાન અબી અહેમદનું રાષ્ટ્ર જ વર્ગ-વિગ્રહમાં બરાબરનું ફસાયું
આફ્રિકાના શિર્ષ પ્રદેશમાં મહત્વનું ભૌગોલીક સ્થાન ધરાવતા ઈથોપીયામાં એકાએક વર્ગ વિગ્રહની સ્થિતિ ઉભી થઈ છે. આફ્રિકાના ખુબજ સમૃધ્ધ અને મહત્વના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી વર્ગ વિગ્રહની પરિસ્થિતિમાં ઈથોપીયા બરાબરનું ફસાયું છે. મહિનાઓથી અમેરિકાના રક્ષા સુત્રોની નિગેબાની હેઠળ અત્યારે ઈથોપીયામાં વડાપ્રધાન અબી અહેમદ કે જેમને ગયા વર્ષે જ શાંતિ માટે અને રાજદ્વારી સુધારા માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમના દેશમાં જ વગ્ર વિગ્રહ ઉભો થયો છે. ઘટનાક્રમ શું છે, બુધવારે સર્જાયેલી બે મહત્વની ઘટનામાં ઈથોપીયાની શક્તિશાળી સશસ્ત્ર સેનાએ ઉત્તર ટીગ્રે વિસ્તાર માટે વડાપ્રધાન અબીએ સેનાના કેટલાક કેન્દ્રો પર કુમક મોકલી હતી. ગુરૂવારે ઈથોપીયાની સેનાએ ટીગ્રે અને તેના નેતાઓને સકંજામાં લીધા હતા. તેની સામે ટીગ્રેના નેતાઓએ ભલે મરી જવું પડે પરંતુ નમતુ નહીં જોખીએ તેવી જાહેરાત કરી હતી. વડાપ્રધાને 2018માં સત્તા હસ્તગત કરી હતી.
ઈથોપીયાની વર્તમાન સરકારે 2018માં કેટલાક સરકાર વિરોધી દેખાવકારો સામે પગલા લીધા હતા. સોમવારે ટીગ્રે નેતાઓએ લડતનું આહવાન કર્યું હતું અને સમગ્ર દેશમાં સમર્થકો અને વિરોધીઓમાં ઘર્ષણ ઉભું થયું હતું. ઈથોપીયા એ આફ્રિકાનું શિરમોર વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં સોમાલીયા અને સુદાનમાં પણ સત્તા પરિવર્તનના કારણે વારંવાર સામાજીક વિગ્રહ થતા રહ્યાં છે. ઈથોપીયામાં પણ અત્યારે ચીન અને અમેરિકાના પ્રયત્નો છતાં સમગ્ર દેશ વર્ગ વિગ્રહમાં ફસાયો છે.