શિક્ષણમાં નવી દિશા અને વિદ્યાર્થીઓ તેમજ બંને સંસ્થાના વિકાસ માટે આર.કે. યુનિવર્સિટી અને આઇસીએસઆઇ વચ્ચે એનઓયુ કરાર થયા
શિક્ષણક્ષેત્રે નવા નીતિ નિયમો આવતા રહે છે પરંતુ શિક્ષણમાં અભ્યાસને ઉચ્ચકક્ષાએ લઈ જવું અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાનું કાર્ય હંમેશા કઈક નવી દિશા તરફ વળતું હોય છે આ વાતને સાબિત કરતા આર.કે યુનિવર્સિટી અને આઈસીએસઆઇ (ઇન્ડિયન કમ્પની સેક્રેટરી એસોસિયાન) ગવર્મેન્ટ એજ્યુકેશન સંસ્થા વચ્ચે શિક્ષણ માટેના એમ ઓ યુ કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આર કે યુનિવર્સિટી રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી તરીકે જોડાઈ છે અને શિક્ષણમાં નવા માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશા કાર્યરત રહેશે.
આર કે યુનિવર્સીટી સાથે એમ ઓ યુ કરારથી આઈસી એસઆઈ દ્વારા શિક્ષણમાં નવો વિકાસ: નિખિલ ગજ્જર
આઈ સી એસ આઈ રાજકોટ ચેપ્ટર ચેરમેન નિખિલ ગજ્જર એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે આજે અમે યુનિવર્સિટી ખાતે અમારી સંસ્થા અને આર.કે યુનિવર્સિટી વચ્ચે શિક્ષણ માટે નવા વિકાસને ધ્યાનમાં રાખી એમ ઓ યુ કરાર કર્યા છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માં ખૂબ ઉચ્ચગુણવતા વાળું શિક્ષણ આપવા હમેશા તતપર રહે છે કેમ્પસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી,ફેકલ્ટી આ બધું અહીં એક શિક્ષણ ના વાતાવરણ માટે યોગ્ય રીતે કાર્યરત રહે છે ત્યારે આ અમારા માટે ખુશી ની વાત છે અમે આર કે યુનિવર્સીટી સાથે આ એમ ઓ યુ કરાર કર્યા છે
શિક્ષણમાં હંમેશા નવી દિશા લઈ આવવી એ જ આર કે યુનિવર્સીટીની પ્રથા: મોહિત પટેલ
આર કે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ મોહિત પટેલ એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આર કે યુનિવર્સિટી અને આઈ સી એસ આઇ (ઇન્ડિયન કંપની સેક્રેટરી એસોસિયન ) વચ્ચે એમ ઓ યુ કરાર કરવામાં આવ્યા છે આઈ સી એસ આઈ દેશનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત એસોસિએશન છે ખાનગી યુનિવર્સીટી સાથે તેમનું આ પહેલું એમ ઓ યુ થયું છે આ કરાર બને સંસ્થાના અને વિદ્યાર્થીઓને ઉતમ લાભ મળશે શિક્ષણમાં આ સાથે વિકાસના અનેક કાર્યો પણ કરશુ શિક્ષણ ક્ષેત્રે અને વિધિયાર્થીઓને પણ વિકાસની નવી દિશા મળી રહે તેવા પ્રયાસો કરશુ તેમાટે ઘણા પ્રોગ્રામો પણ કરવામાં આવશે ઇન્ડિયા લેવલ પર કાર્યરત આઈસીએસ આઈ સાથે જોડાઈ આર કે યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે નવી તકો મળી રહેશે તેમજ આ એમ ઓ યુ કરાર થી બને સંસ્થા ને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું.