આજે આપણી જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે લોકો ને પોતાના સ્વાસ્થ્ય ની સંભાળ પણ સરખી રીતે રાખી શકતા નથી. આજના સ્વસ્થ આહાર લેતા નથી અને કસરત પણ કરતા નથી છેવટે તેમના આવા બેઠાળુ જીવન ને લીધે અનેક પ્રકારના રોગ થાય છે. એક્સપર્ટના કેહવા પ્રમાણે ખોટી લાયફસ્ટાઈલ ના કારણે કેન્સર નામ નો રોગ ઉદભવે છે.
કેન્સર એ એક ભયંકર રોગ છે .કેન્સર એ અસામાન્ય કોષના વિકાસને લગતા રોગોનું એક જૂથ છે જે શરીરના અન્ય ભાગોમાં આક્રમણ કરવા અથવા ફેલાવાની ક્ષમતા ધરાવે છે. તમાકુના ઉપયોગ થી લગભગ 22% લોકો તમાકુના કેન્સર થી મૃત્યુ પામે છે.10% લોકો સ્થૂળતા ,નબળા આહાર,શારીરિક પ્રવૃત્તિના અભાવ અને આલ્કોહોલ પીવાના કારણે થાય છે અને 5 થી 10% લોકોને કેન્સર માતા પિતા તરફથી વારસામાં મળે છે.કેન્સર ના 120 પ્રકાર છે. જેમાંના થોડાક પ્રકાર નીચે મુજબ છે :
1.બ્લડ કૅન્સર
2.કોલેસ્ટ્રોલ કૅન્સર
3.કિડની કૅન્સર
4.લંગ કૅન્સર
5.થાઇરોડ કૅન્સર
6.ગર્ભાશયનું કૅન્સર
7.સ્વાદુપિંડ નું કૅન્સર
8.બ્રેસ્ટ કૅન્સર
9.પ્રોસ્ટેટ કેન્સર
10. ફેફસાનું કેન્સર
ફેફસાનું કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર,પેટનું કેન્સર,કોલોરેક્ટ કેન્સર વગેરે પુરુષોમાં જોવા મળે છે, સ્ત્રીઓમાં ફેફસાનું કેન્સર,કોલોરેક્ટ કેન્સર,બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે.2015માં લગભગ 90.5મિલિયન લોકોને કેન્સર હતું,2019 સુધીમાં વાર્ષિક18 મિલિયન નવા કેસ થાય છે. કૅન્સર ના કારણે લગભગ 8.8 મિલિયન લોકોનું મૃત્યુ( 15.7%)લોકોનું કારણ કૅન્સર છે.કૅન્સરનું વધુ જોખમ વૃધ્ધોમાં વધુ જોવા મળે છે કારણકે મોટી વયે તેઓનું જીવન સાવ બેઠાડું થઈ જાય છે તેથી વૃધ્ધોએ ખાસ તકેદારી રાખવી જોઈએ.
કૅન્સરએ બીમારીઓનું મોટું કુટુંબ છે જે શરીરના અન્ય ભાગોમાં હુમલો કરે છે જેમાં અસામાન્ય સેલની વૃદ્ધિ પણ શામેલ છે.કૅન્સર થી બચવા માટે એક પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે જેને ‘ કિમોથેરાપી’ તરીકે ઓળખવામાં આવે છે.કિમોથેરાપી નો ઉપયોગ શરીરમાં ઝડપથી વધતા કોષોને નષ્ટ કરવા માટે થાય છે. કિમોથેરાપીની સારવારમાં જે દવાઓનો હેવી ડોઝ આપવામાં આવે છે જેના સાઈડ ફફેક્ટ તરીકે દર્દીઓના વાળ સાવ પતલા થઈ જાય છે અથવા તો વધું પડતા ખરવા માંડે છે તેથી ડોક્ટર પેહલેથી જ દર્દીઓને કહી દે છે કે તમને દવા થી આવા સાઈડ ઇફેક્ટ થશે તેથી તમે તમારા વાળનું મુંડન કરવી લ્યો.
કૅન્સર ના દર્દીઓની માટે યુ.એસમાં 2009 માં ‘ નો – શેવ નવેમ્બર’ મહિનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં પુરૂષ ને આખો નવેમ્બર મહિનો વાળ ને કાપવા નહિ અને દાઢી,વાળની માવજત કરે છે.આ વાળ કિમોચિકિત્સાના દર્દીઓને આપી દેવામાં આવે છે.આ પદ્ધતિનો ઉપયોગ કરી ને આપણે કેન્સર ના દર્દીઓને ખૂબ મદદરૂપ થઇ શકીયે છીએ.ગયા વર્ષે નો- શેવ -નવેમ્બરમાં 761.76નું ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું.