બાર, રેસ્ટોરન્ટ સિનેમા ફૂલ ટાઇમ ખોલી શકાય તો મંદિરો ખોલવામાં સરકારને શું વાંધો છે?
મુંબઇમાં ૧૦૦ થી વધુ શિખરબંધ જિનાલયો ખોલવા માટે થયેલી રીટ પીટીશનની સુનાવણીમાં મુંબઇ હાઇકોર્ટનો સરકારને સવાલ
તહેવારોના સમયે મંદિરો તો મર્યાદિત સમય માટે જ ખોલવા માંગ થઇ છે: મંગળવાર સુધીમાં જવાબ આપવા મુંબઇ હાઇકોર્ટનો સરકારને આદેશ
અત્યારના સંજોગોમાં બાર રેસ્ટોરન્ટ સિનેમા ફૂલ ટાઇમ ચાલુ રાખી શકાય તો મંદિરો ખોલવામાં સરકારને શું વાધો છે? તેમ મુંબઇ હાઇકોર્ટે મુંબઇમાં ૧૦૦ થી વધુ જૈન મંદિરો ખોલવા માટે થયેલા રીટ પીટીશનની સુનાવણી દરમિયાન સરકારને ટકોર કરી હતી. આ અંગેનો અંતિમ ચૂકાદો આગામી અઠવાડીયે આપવાનું ઠરાવ્યું છે. મુંબઈની વડી અદાલતમાં જૈનોના મંદિરો દિવાળીના પર્વ દરમિયાન ખોલવા માટે એક રીટ-પીટિશન દાખલ કરવામાં આવી હતી. જેમા વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિવાળીના પર્વમાં જૈન મંદિરો ખોલવા માટે મંદિરની વડી અદાલતે રાજ્ય સરકારને હીયરીંગ આપવા આદેશ કર્યો છે મુંબઈની વડી અદાલતમાં આત્મ કમલ લુબ્બી જ્ઞાન મંદિરટ્રસ્ટ દાદર અને ભાયખલા મોતીશા લેન, જૈન સંઘ દ્વારા એક વિશેષ એપ્લિકેશન કરવામાં આવી હતી કે દિવાળી દરમિયાન ધનતેરશથી ભાઈબીજ સુધીના પાંચ દિવસ સવારે અને સાંજે મુક૨૨ સમયે મુંબઈના ૧૦૦થી વધારે શિખરબંધી જિનાલયો દર્શન, વંદન, પૂજન માટે ખોલવામાં આવે. વડી અદાલતે આ બાબતમાં અરજદારોના વકીલો તરફથી કેવલભાઈ શાહ અને ગુંજનબેન વકીલો દ્વારા કરેલી દલીલોને ધ્યાનમાં લઈને આ બાબત અંગે એક રિમેજેટેશન ડીઝાસ્ટર મેનેજમેન્ટ મહારાષ્ટ્ર સરકારમાં ફાઈલ કરવા જણાવાયું હતું. તે અરજદારોએ પહેલેથી જ કરી લીધું હતું અને શુક્રવારે સાંજે ૪ કલાકે અરજદારોની હીયરીંગ આપીને તેમનો રિપોર્ટ હાઈકોર્ટમાં મંગળવારે ફાઈલ કરવા માટે સરકારને તાકીદ કરી છે.
સરકાર તરફથી એવી દલીલ થઇ હતી કે જૈન દેરાસરોને પરવાનગી આપવામાં આવે તો અન્ય ધર્મના મંદિરોને પણ પરવાનગી આપવી પડે. જ્યારે વડી અદાલતે ટકોર કરી હતી કે બાર – રેસ્ટોરંટ – સિનેમા વગેરે ફૂલ ટાઈમ જો તમે ચાલુ રાખી શકતા હો તો પછી મંદિરો ખોલવામાં શું વાંધો છે ? તેઓ તો મર્યાદિત સમય માટે તેમના પર્વના દિવસોમાં ખોલવાની માગણી કરી છે. તો સરકારને શું વાંધો હોય શકે.
વડી અદાલતે પોતાના ફાઈનલ જજમેન્ટ આવતા અઠવાડિયે મંગળવારે આપવાનું ઠરાવ્યું છે. એડવોકેટ પ્રફુલ્લભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ કેસનું હીયરીંગ કરવામાં આવ્યું હતું