આરોગ્ય શાખાનું ચેકિંગ સતત ચાલુ: ૧૭ વેપારીને ત્યાં ચેકિંગ, બેને નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે સતત ચોથા દિવસે વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચાર સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. ૧૭ વેપારીને ત્યાં ચેકિંગ દરમિયાન બે ને નોટિસ ફટકારી ૨૧ કિલો પસ્તીનો નાશ કરાયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે જ્યુબેલી ગાર્ડન રોડ પર કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાંથી ડ્રાયફૂટ-બટેટાનો ચેવડો, યશવંતભાઈ કાંતિભાઈ ચેવડાવાળાને ત્યાંથી લુઝ પૌંવાનો ચેવડો, ૧૦-લક્ષ્મીવાડીમાં રામેશ્ર્વર બેકર્સ એન્ડ કેક શોપમાંથી ચોકોચીપ્સ નાનખટાઈ જ્યારે કેનાલ રોડ પર સોના સિંગ સેન્ટરમાંથી કુરકુરે નમકીનના નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા રોડ પર ગાયત્રી ડેરીફાર્મ, માં ભગવતી ફરસાણ સ્વીટ, વરીયા ફરસાણ, અમૃત ડેરી, રાધીકા ડેરી, રૈયાધાર મેઈન રોડ પર ગીરીરાજ ફરસાણ-સ્વીટ, બાલકૃષ્ણ ફરસાણ, ચામુંડા ફરસાણ, ગાંધીગ્રામ મેઈન રોડ પર એસ.કે.ચોકમાં જય જલારામ ફરસાણ-સ્વીટ, રવિ સ્વીટ નમકીન, રાજશક્તિ ફરસાણ, નેમીનાથ ફરસાણ, ગાંઠીયા જલેબી ડોટકોમ સહિત ૧૭ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફૂડ લાયસન્સ ન હોવા સબબ બે વેપારીને નોટિસ ફટકારી ૨૧ કિલો પસ્તીનો નાશ કરાયો હતો.