રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જગ્યા રોકાણ વિભાગમાં એન્ક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ્પેકટરની જગ્યા પરની ભરતી કરવામાં આવી હતી. નિમણુંક પામેલા કર્મચારીઓને મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રીતિબેન પનારા વરદ હસ્તે નિમણુંક હુકમ આપવામાં આવ્યા હતા. મેયરે તમામ કર્મચારીઓને જણાવ્યુ હતું કે, રાજકોટ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલ છે ત્યારે મુખ્ય માર્ગો પર નડતરરૂપ દબાણ હટાવવાની સાથે રેકડીઓવાળા બેરોજગાર ન બને તે રીતે તેઓને હોકર્સઝોનમાં ધંધા રોજગાર કરી શકે તે રીતે કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.
Trending
- સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું કરાયું લોકાર્પણ
- સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પુજા અને ભોજન પ્રસાદ કરાવાયું
- Hairને રેશમ જેવા અને ભરાવદાર બનાવી દે છે આ સરળ ટિપ્સ, અઠવાડિયામાં માત્ર 2 વાર લગાવો, નહીં ખરે એકપણ વાળ
- ભારતનું બંધારણ હવે આ બે ભાષામાં પણ થશે ઉપલબ્ધ
- એકલીંગજી મંદિર, ચિત્તોરગઢ અને ઉદયપુર પેલેસના ઉત્તરાધિકારીને લઇ મેવાડ રાજવી પરિવારમાં ધમાસાણ
- બંધારણના 75 વર્ષ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બહાર પાડ્યો ₹75નો સિક્કો, જુઓ ડિઝાઇન
- ખ્યાતિ હોસ્પિટલ કાંડ : સીઈઓ ચિરાગ રાજપૂત સહિત પાંચને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
- Crop top લૂકમાં adorable લાગી ઈશાની દવે