મત્સ્યોદ્યોગ મંત્રી સામે અલગ અલગ કોર્ટમાં બે મોટા કેસનો ‘નિવેડો’ આવતા મંત્રીને ‘રાહત’
ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીને બુધવારે હાઈકોર્ટે એક મોટી રાહત આપતા ચુકાદામાં ચૂંટણી દરમિયાન અલગ અલગ બે પોલીસ મથકમાં લૂંટ અને ચૂંટણી ગેરરીતિની નોંધાયેલી એફઆઈઆરમાંથી બાઈજ્ત બરી કરતો ચુકાદો જારી કર્યો હતો.
ભાવનગર શહેર અને જસદણમાં લૂંટ અને ચૂંટણી ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટમાં ન્યાયમુર્તિ ગીતા ગોપીની ખંડપીઠમાં ચાલેલી સુનાવણી દરમિયાન લૂંટ અંગેની સુનાવણીમાં જણાવ્યું હતું કે, જાહેર જીવનના નેતાઓ સામે આવા આક્ષેપો સાથેની ફરિયાદોની મતદારો પર ખુબજ મોટી અસર પડે છે. ચૂંટણી દરમિયાન કૌભાંડના વાદળોમાં કોઈ સ્પષ્ટ સાબીતી હોતી નથી. પરસોત્તમ સોલંકી સામે ૨૨ એપ્રીલ ૨૦૧૪ના રોજ ચૂંટણી પંચની ફલાઈંગ સ્કવોડ દ્વારા ૨.૭૫ લાખની રોકડ જસદણના ભાજપના પ્રચારક તરીકેની કામગીરી દરમિયાન મળી આવી હતી. આ પૈસા શા માટે તેમની પાસે છે તેની કોઈ સ્પષ્ટતા થઈ નહોતી. કોર્ટે ૨૦૧૫માં એનસી નોંધવાનો હુકમ કર્યો હતો.
પરસોત્તમ સોલંકી હાઈકોર્ટમાં પોતાના વકીલ રાજેશ ગીડીયા સાથે ૨૦૧૬માં રજૂ થયા હતા અને આ પૈસા પોતાના પુત્ર દિવ્યેશના હોવાનું જણાવ્યું હતું અને આ પૈસા મતદારોને વેંચવા માટે લવાયા ન હતા. રાજ્ય સરકારે આ દલીલ સામે વિરોધ નોંધાવ્યો હતો. ન્યાયમૂર્તિ ગીતા ગોપીએ સોલંકીની દલીલને માન્ય રાખી હતી અને લોક નેતા તરીકેના જવાબદાર વ્યક્તિના બચાવને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે મત્સ્યોદ્યોગ મંત્રી સામેના લૂંટ અને ચૂંટણીની ગેરરીતિ પ્રકરણમાં પરસોત્તમ સોલંકીની બાઈજ્ત બરી કરી દીધા હતા.