ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્ય મંત્રીએ બોલેલા શબ્દો બદલ વિવાદ સર્જાતા કાર્યવાહીની માંગ
મોરબી ચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા અનુસુચિત જાતિને અપમાનિત કરે તેવું નિવેદન કર્યું હોય જે મામલે જીલ્લા પોલીસવડાને આજે લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી હતી તો વિવાદ સર્જાયા બાદ આજે નાયબ મુખ્યમંત્રીએ ટવીટ કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે
મોરબી જીલ્લા એસપીને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી-માળિયા ચૂંટણી પ્રચાર દ્વારા ભાજપની જાહેર સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મોરબી આવ્યા હતા જેમાં તેઓ અનુસુચિત જાતીને અપમાનિત કરતા શબ્દો બોલી જાહેર સભામાં અપમાનિત કર્યા હતા જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાહેરસભામાં અનુ. જાતીને ઉતારી પાડવા અને સવર્ણોના વોટ ભાજપને મળે તે માટે જાહેરસભામાં ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી
ટવીટ કરી નાયબ મુખ્યમંત્રીએ પોતાના શબ્દો પાછા ખેંચ્યા
જે મામલે વિવાદ સર્જાયા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટવીટ કર્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી ખાતેની જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ અને ફિલ્મ અભિનેતા તથા ધારાસભ્ય સ્વ. મહેશભાઈ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી ત્રણેય નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી જે વર્ણન વખતે મારા પ્રવર્ચનમાં જે શબ્દપ્રયોગ કર્યો તેનાથી લાગણી દુભાઈ છે જે ધ્યાનમાં આવતા હું તે શબ્દો પાછા ખેંચું છું કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો ન હતો તેમ જણાવ્યું છે