સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન અને ચીનના સૈનિકોની અવળચંડાઇનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપે છે. તાજેતરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સૈનિકોની જમાવટથી માંડીને હિંદ મહાસાગરમાં નૌકાદળના કાફલાના વિસ્તરણ સુધી જે રીતે ભારતે પોતાની શક્તિ દેખાડી કરી છે તે જોઈને દુશ્મન દેશો ચકિત થઇ ગયા છે.
ચીન અને પાકિસ્તાનના હાજ ગગડાવી દે તેવા સ્વદેશી તકનીકથી સંપૂર્ણ રીતે નિર્માણ થયેલ પિનાકા ગાઇડેડ રોકેટ લોન્ચિંગ સિસ્ટમના અપગ્રેડ વર્ઝનનું ઓડિશા કિનારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સમય દરમિયાન પરીક્ષણ માટે નિર્ધારિત તમામ ધોરણો સફળતાપૂર્વક પ્રાપ્ત થયા હતા. પિનાકા સિસ્ટમની બેટરીમાં છ લોન્ચિંગ વેહિકલ સાથે લોડર સિસ્ટમ, રડાર અને નેટવર્ક સિસ્ટમ અને કમાન્ડ પોસ્ટ શામેલ છે. પિનાકાના સફળ પરીક્ષણ સાથે ભારતે બે મહિના કરતા ઓછા સમયમાં 11 મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલોનું પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખ સહિતનીવાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘર્ષણ વધી રહ્યું છે.
ભગવાન શિવના ધનુષ પછી નામ આપવામાં આવ્યું છે
આ વર્ષે માર્ચમાં રાજસ્થાનની પોખરણ ટેસ્ટ રેન્જમાં પણ ત્રણ સફળ પરીક્ષણો કરાયા હતા. હવે અહીં પણ ટ્રાયલની સફળતાને સૈન્યના શસ્ત્રોની ક્ષમતામાં વધારો કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ ના નામથી વિકસિત આ મિસાઇલ સિસ્ટમ પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવા માટે બનાવવામાં આવી છે.