થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આયોજીત રકતદાન કેમ્પમાં ૫૦૦ જેટલી બોટલ રકત એકત્ર
મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, અનીલ રાણાવસીયા, ધનસુખ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના આજરોજ જન્મદિન નિમિતે મવડી ચોક ખાતે મેઘાણીવાડી ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૧,૧૮, લોધીકા તાલુકા અને કોટડા તાલુકાના પ્રજાજનોએ રકતદાન કરી જરૂરીયાતમંદ લોકોની વહારે આવી ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ રકતદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેંક અને રાજકોટ સીવીલ હોસ્પિટલ બ્લડબેંક હાજર રહી હતી. આ કેમ્પમાં ૫૦૦થી વધુ બોટલ બ્લડ એકત્રીત થશે આ કેમ્પ આજે સવારના ૮ વાગ્યાથી શરૂ થયો હોય જે બપોરના ૨ વાગ્યા સુધી ચાલશે.
આ રકતદાન કેમ્પમાં મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા, ગુ.મ્યુ. ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ લોધીકા તાલુકા ભાજપના પ્રમુખ ભરતસિંહ જાડેજા, લોઢડા, પરવડા, પીપલાણા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ જયંતીભાઈ સરધારા, રાજકોટ શહેર ભાજપ અગ્રણી રાજુભાઈ બોરીચા, તેમજ ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા વિધાનસભા ૭૧ના તમામ ભાજપ અગ્રણીઓ શહેર તાલુકા ભાજપના કાર્યકરો, મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં ત્યાર જે થાય જયારે સમાજ તમારી સાથે જોડાયેલો રહે: લાખાભાઈ સાગઠીયા
અબતક સાથેની વાતચીત દરમ્યાન ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ કે મે આજે જીવન ૫૦ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મને અને મારા કાર્યકરોને કોરોના કાળમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોની વિકટ પરિસ્થિતિ અંગે ચિંતા થઈ, કોરોના કાળમાં કોઈપણ જાતના જાહેરમેળાવડા થતા નથી તેમજ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહીની તાતી જરૂરીયાત હોય તેને ધ્યાનમાં રાખી જન્મ દિવસની પાર્ટી કે કેક કાપીને ઉજવણી કરવા કરતા રકતદાન કેમ્પનું આયોજન કરી જરૂરીયાતમંદોની વહારે આવી ઉજવણી કરવાનો વિચાર આવ્યો તેના ભાગ રૂપે આજે રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. જીવનના ૫૦ વર્ષમાં મે ઘણા ચડાવઉતાર જોયા છે. સફળતા મળી છે. પરંતુ કહેવાય છે કે પડકાર વિના કોઈ સફળતા કયારેય મળતી નથી અને જો પડકાર વિના સફળતા મળે તો તેની કદર પણ થતી નથી. ત્યારે જીવનમાં અનેકવીધ પડકારોનો સામનો કરીને આજે લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. જીવનનું ફકત એકજ લક્ષ્યાંક છેકે વધુમાં વધુ લોકોની મદદ કરી શકયે. અને તેના માટે હું સતત કટીબધ્ધ રહું છું. આ તકે તેમણે અપીલ કરતાકહ્યું હતુકે જન્મદિવસની ખરાઅર્થમાં ઉજવણી ત્યારે જ થાય જયારે સમાજ તમારી સાથે જોડાયેલો રહે. સમાજ ઉપયોગી કાર્યકરો તેથી સહુ કોઈ પોતાના જન્મદિવસની ઉજવણી આ પ્રકારે કરવા અપીલ કરી હતી.
સૌને સાથે રાખી ચાલનારા ધારાસભ્ય એટલે લાખાભાઈ સાગઠીયા: જયંતી સરધારા
લોઠડા, પરવડા, પીપલાણા, ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ જયંતીભાઈ સરધારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ખરાઅર્થમાં લોકલાડીલા ધારાસભ્ય છે. પ્રજાના સુખે અને દુ:ખે દુખી એવા લાખાભાઈ સાગઠીયાની જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું આજે તેમના જન્મદિવસ નિમિતે લાખાભાઈએ
ખૂબ ઉમદા કાર્યકરીને લોકોના દુ:ખની ચિંતા કરી છે. ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તાર હોવાથી તેમના મત વિસ્તારમાં તાલુકાનો પણ સમાવેશ થાય છે. લાખાભાઈ કોઈના પણ ઘરે માઠો પ્રસંગ બન્યો હોય તો તેમા સહભાગી થઈ પરિવારને સાંત્વના પાઠવવાનું કયારેય ચૂકતા નથી. લાખાભાઈ વિશે કહુતો સહુને સાથે રાખીને ચાલનાર ધારાસભ્ય એટલે લાખાભાઈ સાગઠીયા.
કોઈપણ સમસ્યાનું કુનેહપૂર્વક નિરાકરણ લાવવું તે લાખાભાઈનો પ્રજા પ્રત્યેનો પ્રેમ છે: રાજુભાઈ બોરીચા
રાજકોટ શહેર ભાજપના અગ્રણી રાજુભાઈ બોરીચાએ અબતક સાથેની વાતચીતમા જણાવ્યું હતુકે લાખાભાઈએ આપણા સૌના ધારાસભ્ય છે. તેમના જન્મદિવસ નિમિતે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું મે જે રીતે લાખાભાઈને જોયા છે. તેના મારા અંગત અનુભવો પરથી કહુ છું કે ૨૪ કલાકમાં ગમેત્યારે લાખાભાઈની જરૂર પડે ત્યારે તેઓ હાજર રહેતા હોય છે. કયારેક તેઓ ઉતાવળમાંહોય અને
તે સમયે પણ પ્રજા તેમની પાસે સમસ્યા લઈને આવે તો કૂનેહપૂર્વક જવાબ આપવો અને જયાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સતત સાથે રહીને નિરાકરણ લાવવું એ લાખાભાઈનો પ્રજાપ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
નાનામાં નાની વ્યકિતની ચિંતા કરવી એ લાખાભાઈનો સૌથી મોટો ગુણ: ભરતસિંહ જાડેજા
રાજકોટ-લોધીકા તાલુકા ભાજપના પ્રમુખ ભરતસિંહજાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે હું છેલ્લા લાંબા સમયથી લાખાભાઈ સાથે જોડાયેલો છું ભૌગોલીક દ્રષ્ટીએ હું તેમનો પાડોશી પણ છું અને વ્યકિતગત રીતે લાખાભાઈ મારા અંગત મીત્ર પણ છે. મે તેમને ખુબ નજીકથી જોયા છે. નાનામા નાની વ્યકિતથી માંડી સૌની ચિંતા કરી, સૌના હિતનું ધ્યાન રાખવું તે લાખાભાઈનું
સૌથી મોટામામોટો ગુણ રાજકોટ શહેરનો વિસ્તાર હોય કે તાલુકાના નાના ગામડાઓ હોય તેનો વિકાસ થાય તે ઉદેશ્ય સાથે તેઓ સતત કાર્યરત રહેતાહોય છે. આજે તેમણે જીવનના ૫૦ વર્ષ પૂરા કર્યા છે. ત્યારે હું તેમને ખુબખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને લાખાભાઈની દીર્ઘાયું માટે ભગવાનને પ્રાર્થના પણ કરૂ છું.