કોસ્ટગાર્ડ, પોલીસ, કસ્ટમ સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાનો એકશન પ્લાન બનાવ્યો
ભારતના દરીયાઈ સરહદના સીમા પર આવેલા યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં આગામી સ્વતંત્રતા પર્વ અને જન્માષ્ટમી પર્વને લઈને સુરક્ષા એજન્સીઓ કોસ્ટ ગાર્ડ, કસ્સ્ટમ અને પોલીસ દળોએ પોતાના વિભાગોની બેઠક બોલાવીને કાયદો અને વ્યવસ્થા ચુસ્તપણે રાખવા એકશન પ્લાન બનાવાયો છે તેવું માહિતગાર વર્તુળોએ જણાવ્યું છે. ભારત-પાકિસ્તાન અને ચીનની સીમા પર દુશ્મન દેશોએ આતંકીઓના હલ્લાબોલના કારણે ભારતના કોઈપણ ભારતીય સરહદ પરને નિશાન બનાવાય તેવી શકયતાઓ રહેલી છે. તાજેતરમાં દ્વારકા-ઓખા વિસ્તારમાં પણ માછીમારી સીઝન શ‚ થતા દરીયાઈ માર્ગની હલચલ બોટોની શ‚ થઈ ગઈ છે. આવા સંજોગોમાં આજથી પંદર દિવસ પહેલા ભારે ચોમાસામાં પણ પોરબંદર ખાતે ડ્રગ્સનો વિશાળ જથ્થો પકડાયો હતો. જેથી સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારની દરીયાઈ સીમા પર સુરક્ષાના નામે જન્માષ્ટમી અને સ્વતંત્રતા પર્વ પર કોઈ કચાશ રાખવા માંગતા નથી.
દ્વારકાધીશ મંદિરે પણ જન્માષ્ટમીને માત્ર એક સપ્તાહ જ બાકી છે ત્યારે જિલ્લા પોલીસ વડા પારગીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વ તથા જન્માષ્ટમી દિને બે ડીવાયએસપી, ચાર પીઆઈ અને ૧૫૦ થી ૨૦૦ જેટલા એસઆરપી, હોમગાર્ડઝ, જીઆરડી અને મહિલા પોલીસ સુરક્ષા જવાનો કાફલો જગત મંદિર, ગોમતી ઘાટ, રેલવે સ્ટેશન, જાહેર માર્ગો તથા બેટ દ્વારકા અને નાગેશ્ર્વર મંદિરે બંદોબસ્ત જાળવશે તથા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ થશે અને સીસી કેમેરા મેટલ ડીરેકટર જેવા આધુનિક ઉપકરણો તથા હાઈવે માર્ગો પર ચેક
પોસ્ટ ઉપર પણ સઘન ચેકીંગ રહેશે જે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઉપયોગી થશે.