વડાપ્રધાનના આત્મનિર્ભર અભિયાનની સાર્થકતાના ભાગ રૂપે કંપનીએ ચીન સહિતના દેશોમાંથી આયાત કરવામાં આવતા કેલ્શીયમ નાઈટ્રેટ સહિતની વસ્તુઓનું સ્થાનિક ધોરણે ઉત્પાદન કર્યું
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમીકલ જીએસએફસી લીમીટેડ પર લક્ષ્મીજીની કૃપા વરસી હોય તેમ બીજા ત્રિમાસીક પરિણામોમાં કંપનીએ ૧૭૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે અને ૨૦મી સપ્ટેમ્બરે કંપનીએ આ વર્ષનો ૨૦૫ ટકા વૃદ્ધિ નોંધાવી છે. ૧૭૧ કરોડના ચોખ્ખા નફાના આંકડા ગયા વર્ષના ૫૬ કરોડના નફા કરતા ૨૦૫ ટકા જેટલી વધુ છે.
જીએસએફસી દ્વારા બીજા ત્રિમાસીક પરિણામમાં ખર્ચ અને અને માલ અને સંશોધનમાં ૭૪૭ કરોડ રૂપિયા અને ૯૦૮ કરોડ રૂપિયાના બેંક કરજમાં ઘટાડો મેળવ્યો છે. કંપનીએ ઔદ્યોગીક ઉત્પાદનોની નિકાસ પર વૃદ્ધિ અને આયાત પર નિયંત્રણ મેળવીને આ સફળતા મેળવી હોવાનું સીએમડી અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું અને કંપનીના આત્મનિર્ભર ભારતના પ્રયાસોને સફળ ગણાવ્યા હતા. જીએસએફસીના ખાતરના વેંચાણમાં ૧૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. અગાઉ ૬૩ કરોડ રૂપિયાનો નફો આ વખતે ૨૧૬ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. કંપનીએ ખરીફ મોસમની માંગની વૃદ્ધિનો આર્થિક લાભ મેળવ્યો છે. કંપનીના શેર આંકમાં પણ રૂા.૧.૪૦ થી ૪.૨૯ની વૃદ્ધિ પ્રાપ્ત કરી છે.
જીએસએફસીએ વહીવટી રીતે કરેલા ફેરફારો મહત્વના ફેરફારોમાં યુરીયા અને એમઓપી સીવાયના તમામ કાચા માલની ખરીદી બંધ કરીને સ્વનિર્ભર રીતે પોતાના જ કાચા માલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેનાથી કંપનીએ આર્થિક સધ્ધરતાની સાથે સાથે ૧૦ ટકાની વેંચાણ વૃદ્ધિએ ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં લાભ મેળવ્યો છે.
કુદરતી વાયુના નીચા ભાવ અને કરકસરભર્યા વહીવટના કારણે જીએસએફસીએ પહેલીવાર નિકાસ બજાર પર પક્કડ મેળવી છે.
જીએસએફસીએ અમેરિકા અને યુરોપીયન સંસ્થાનના ૮ દેશોને મેલેમાઈનની નિકાસ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનને જીએસએફસીએ સાર્થક કરીને રૂા.૧૫૦૦ થી ૨૦૦૦ કરોડનું રોકાણ કરીને ૨૧ જેટલી વસ્તુઓની આયાતના બદલે ઘરેલું ઉપયોગ શરૂ કરીને ચીન પરનું નિર્ભરપણુ ઓછું કર્યું છે. જીએસએફસીએ અગાઉ ૩૧મી ઓગષ્ટે વડોદરામાં મેથેનોલ પ્લાન્ટ શરૂ કર્યો હતો.
કંપનીએ ૬ વર્ષ માટે બંધ કરેલું આ પ્લાન ફરીથી કાર્યરત કરીને ૯૦ ટકા સુધીની ક્ષમતાએ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જીએસએફસીએ દેશમાં જ કેલ્સીયમ નાઈટ્રેટનું ઉત્પાદન શરૂ કર્યું છે.
જીએસએફસીએ કુલ ૨૧ જેટલી વસ્તુઓ આયાત કરવાના બદલે ઘરેલું ઉત્પાદન કરીને આત્મનિર્ભરતા સાર્થક કરી છે.