તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ધન તેરસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં ખ્યાતનામ થયેલી રાજકોટની સોનીબજારમાં અવનવી ડિઝાઈન અને આઈટમોનો ખજાનો જોવા મળે છે. પરંપરાગતથી લઈ મોર્ડન જવેલરીની અવનવી ડિઝાઈન ઉપલબ્ધ છે. થોડા સમયથી કોરોનાકાળના કારણે માર્કેટમાં ખરીદીને બ્રેક લાગ્યા બાદ ફરીથી સ્થિતિ થાળે પડવા લાગી છે. ત્યારે તહેવારોમાં અને ત્યારબાદ લગ્નસરામાં ભારે ખરીદી થાય તેવી આશા જવેલર્સ વ્યકત કરી રહ્યાં છે. રાજકોટની સોની બજાર વિશ્ર્વસનીયતાનું પ્રતિક છે. ચાલુ સીઝનમાં ખરીદીની જાકજમાડ જોવા મળશે. અક્ષય તૃતિયા – ધન તેરસે સોનાની ખરીદીને શુકનવંતી માનવામાં આવતી હોય. આ દિવસોમાં સોનાની ધુમ ખરીદી થશે. આ બાબતને લઈ જવેલર્સ પણ સજ્જ થઈ ચૂક્યા છે. ગ્રાહકોને પુરેપૂરુ વળતર મળી રહે તે પ્રકારની ગુણવત્તા, ડિઝાઈન અને વિશ્ર્વસનીય પ્રોડકટ આપવા જવેલર્સ આતુર છે.
રાજકોટમાં સોના-ચાંદીનું ‘હુન્નર’ શિખવા દેશભરમાંથી ઉમટી પડતા કારીગરો
સોના-ચાંદીના ધરેણાની અવનવી ડિઝાઈનથી સૌ કોઈ મનમોહીત થતા હોય છે ત્યારે તેની કારીગરી ખૂબજ મહત્વ ધરાવતી હોય છે ત્યારે આખા ભારતમાં રાજકોટની હુન્નરશાળા આગવું સ્થાન ધરાવે છે: રાજકોટમાં સોના-ચાંદીનું હુન્નર શીખવા અલગ અલગ રાજયોમાંથી કારીગરો આવે છે
અબતક સાથેની વાતચિત દરમિયાન પારેખ હુન્નર શાળાના પ્રવિણભાઈ પારેખએ જણાવ્યું હતુ કે અમે ૧૯૯૦માં હુન્નરશાળાની સ્થાપના કરી છે. અહિયા ગુજરાત ઉપરાંત બહારનાં રાજયનાં લોકો પણ સોના-ચાંદીનું કામ શિખવા આવે છે. જેમાં મુખ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી વિદ્યાર્થીઓ શિખવા આવે પહેલા એવું હતુ કે પોતાના પિતાજી પાસેથી તેના છોકરો સોના-ચાંદી કામ શિખે હવે સમય બદલાયો તેઓને સમય ન હોય તેથી હુન્નરશાળામાં શિખવા માટે મોકલે રાજકોટમાં વર્ષોથી સોની કામ શીખવવાની હુન્નરશાળા ચાલુ છે તેનું ભારતભરમાં સ્થાન છે. ખડીયા, ઘાટકામ, નકશીકામ, મશીનપર છોલકામ, વિવિધ સ્પેશ્યાલીટીવાળી ડિઝાઈન જેમકે કચ્છનો ઘાટ, અમે વિદ્યાર્થીઓને ચેઈનથી શિખાવડવાની શરૂઆત કરીએ ત્યારબાદ કાનની બૂટી બાલી, એરીંગ્સ, વીટી બેંગલ્સ, સેટ વગેરે ઘાટકામ શિખવા માટે આઠથી નવ મહિનાનો સમય લાગે.બિજા રાજયમાં સોના-ચાંદીનું કામ શિખવાડવામાં આવતું નથી. રાજકોટમાં જે કામ શિખવાડવામાં આવે તે સ્ટેપ બાય સ્ટેપ શિખવવામાં આવે જેથી તે કયાંય પાછો પડતો નથી. કોઈપણ સ્પેશ્યલ કામ કરવું હોય તો પર તે કરી શકે છે. અમારે ત્યાં બહારનાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાંથી શિખવા આવે છે.અબતક સાથેની વાતચિત દરમિયાન હુન્નરશાળામાં સોના ચાંદી કામ શિખનાર દિપ ઘેડીયાએ જણાવ્યું હતુ કે હું છેલ્લા આઠ મહિનાથી પારેખ હુન્નરશાળામાં અમારૂ પરંપરાગત સોનીકામ, ઘાટકામ શિખવા માટે આવી રહ્યો છું આ હુન્નરશાળા છેલ્લા કિસ્તાલીસ વર્ષથી કાર્યરત છે. અહિયા કોઈપણ વિદ્યાર્થી શિખવા આવે તે શરૂઆતમાં તેને કાંઈ ન આવડતું હોય પરંતુ આઠ મહિના બાદ તે ઘાટકામનો કોર્ષ પૂર્ણ કરે ત્યારે તે અમારૂ પરંપરાગત ઘાટકામનાં એન્ટીકકામમાં નિપૂર્ણ થઈ જાય છે. પર્ફેકટ કારીગર તરીકે બહાર નીકળે છે અમને શરૂઆતમાં ચેઈનથી લઈ પ્લાસ્ટરનું કામ આવે તે ઉપરાંત સેટ સહિતની બધા જ પ્રકારની કલા ડિઝશઈન બનાવતા આવડી ગઈ હોય છે.અમારે સવારે ૧૦.૩૦ થી ૧ અને ૩.૩૦ થી ૭ વાગ્યા સુધી અમે શિખતા હોઈએ અત્યારે મને ચેઈન, વીટી, બુટી હાથની બંગડી બનાવતા આવડી ગયું છે. અત્યારે હું એન્ટીકની કામગીરી શીખી રહ્યો છું જયારે અમને પ્લાસ્ટરના કામ અને એન્ટીકના કામ શીખક્ષ લઈએ જેથી એક આત્મવિશ્ર્વાસ આવે કે અમને કોઈપણ દાગીનો બનાવવાનો આવે તો બનાવી શકીએ. ઘાટકામ ઉપરાંત મશીન છોલકામ પણ શીખવાડવામાં આવે છે. મશીન છોલ ઘણા પેન્ડન્ટ પર હેન્ડ મશીન વર્ક આવે તે હેન્ડ મશીન વર્ક શિખવાડવામાં આવે છે.
લોકો હાલ લાઈટ વેઈટ જવેલરી વધુ લેવાનું પસંદ કરે: મયુર આડેસરા (જુગલ જવેલર્સ, જેમ્સએન્ડ જવેલરી એસા.)સેક્રેટરી
અબતક સાથેની વાતચિત દરમિયાન જુગલ જવેલર્સ, જેમ્સ એન્ડ જવેલરી એસો.ના સેક્રેટરી મયુરભાઈ આડેસરાએ જણાવ્યું હતુ કે સોનાની ખરીદીમાં ડિઝાઈન ખૂબજ અસર કરે છે. અત્યારે ઓનલાઈનનો ટ્રેન્ડ છે. ત્યારે ગ્રાહકો ઓનલાઈન ધરેણાની ડિઝાઈન પસંદ કરી અમારી પાસે લાવે અને અમે પણ ગ્રાહકો માટે નવું લાવતોય. પ્લેન ગોલ્ડ સી.જે. જવેલરી એન્ટીક તેમજ લાઈટ વેઈટ જવેલરી વગેરે ઉપલબ્ધ છે. લોકડાઉનથી જ ગોલ્ડના ભાવ વધુ છે. તેથી લોકો લાઈટ વેઈટ જવેલરી લેતા હોય તેથી તેનું મેકીંગ વધુ કરીએ બીઆઈએસ ૯૧૬ એ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાંડર્ડ જે સરકારની ઓથોરાઈઝડ સંસ્થા છે. જેનાથી લોકોમાં વિશ્ર્વાસ રહે અને ગ્રાહકો છેતરાય નહી ધરેણાની ડિઝાઈનબદલે તેના ઘાટ બદલે તેની પાછળ તેની મજૂરી બદલતી હોય.
૨૨ કેરટ સોનાને સોફટ કહી શકાય ૨૪ કેરેટ સોનાને લગડી સોનું કહી શકાય ૧૮ કેરેટ સોનું થોડુ હાર્ડ હોય રીયલ ડાયમંડના ઘરેણા ૧૮ કેરેટના હોય બીજા દેશમાં ૯ કેરેટના પણ બનાવવામાં આવે. ડાયમંડએ માઈન્સની આઈટમ છે. અત્યાર સુધીમાં જણાવવું તો એક સરખા ડાયમંડ હોતા નથી કોઈ પણ રીંગ, બુટીમાં પણ એક સરખા ડાયમંડનથી હોતા માઈનીંગમાંથી ફીનીસ ત્યારબાદ તેના કલર ગ્રેડ વીવીઆઈ, વીએસ તેવી ઘણી પ્રકારની કવોલીટી કલર પરથી તેના ભાવ નકકી થતા હોય.સ્વીઝના બિસ્કીટનું પહેલેથી ક્રેઝ છે. ગોલ્ડના સોર્સિઝ પાંચ ક્ધટીઝમાં છે. ઈન્ડિયન ગર્વમેન્ટએ ઈન્ડિયન રિફાઈનરીને પ્રોત્સાહન આપી તેને આગળ વધારી છે. તેના બિસ્કીટ પણ માર્કેટમાં છે. નેશનલ સ્ટોક એકસચેંજમાં પણ ઈન્ડીયન રિફાઈનરીનું લોન્ચ થયું છે.
દાગીનામાં અનેક નવિનતમ વેરાયટી ઉપલબ્ધ ભાવિનભાઈ લોઢીયા (શ્રી સોનલ જવેલર્સ)
અબતક સાથેની વાતચીત દરમિયાન સોનલ જવેલર્સનાં ભાવિનભાઈ લોઢીયાએ જણાવ્યું હતુ કે અમારે ત્યાં સોનાના દાગીનામાં એન્ટીક, ઝડાઉ, કુંદન ડાયમંડ સહિતની તમામ વેરાયટી ઉપલબ્ધ છે. દિવાળી નજીક આવી રહી છે. આશા છેકે લોકો સોના-ચાંદીની ખણીદી કરશે. હવે તમામ ઘરેણામાં હોલમાર્ક ફરજિયાત છે. અમારે ત્યાં ૨૫૦ પર ગ્રામની મજૂરી ચાલે છે. પહેલાના સમયમાં હોલમાર્ક ન હતા તેથી મજૂરી ઓછી લેતા અને સોનું નબળુ આપતા પરંતુ હવે હોલમાર્ક વાળું જ સોનું દરેક વેપારી વેચે છે. ડાયમંડમાં કેરો પ્રમાણે હોય જેટલા કેરેટનું ઘરેણું લ્યો તે મુજબના ભાવ હોય બિસ્કીટ ૨૪ કેરેટનું હોય છે. તેમાં પહેલેથી જ લોકોને સ્વીઝ માર્કાનો ક્રેઝ હોય છે. પરંતુ હાલ ઘણી કંપનીનાં આવે પરંતુ લોકોની માન્યતા એવી છે કે સ્વીઝમાં પ્યોરીટી વધુ હોય.
આફટર સેલ્સ સર્વિસમાં અમારી સુવિધા શ્રેષ્ઠ: મનિષભાઈ ઘાડીયા (અર્જુન જવેલર્સ)
અબતક સાથેની વાતચિત દરમિયાન અર્જુન જવેલર્સ પ્રા.લી.ના ઘાડિયા મનીષભાઈએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૧૩ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ અમારી પાસે અવનવી ડિઝાઈન જેમાં સોરસકીનો ક્રેઝ વધુ જે રાજકોટમાં જૂજ જવેલર્સ પાસે ઉપલબ્ધ છે. હાલમાં લોકો ડેલીકેટ જવેલરી રોઝ ગોલ્ડની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. દરેક સોનાના ધરેણાની ડિઝાઈન જૂદી હોય તો તેના મેકીંગ ચાર્જ જુદા હોય બીઆઈએસ હોલમાર્ક ગર્વમેન્ટએ અપ્રુવ કરેલ છે. તેની લેબમા ટેસ્ટીંગ થાય અને ત્યારબાદ અમારા સુધી પહોચે છે. બધા શહેરમાં ગોલ્ડનો રેટ જુદો જુદો હોય તેનું કારણ તેનું કેલ્કયુલેટીવ અલગ અલગ હોય અમારે ત્યાં કસ્ટમરને આફટર સર્વીસ જેમાં દાગીનો કોઈ લઈને ગયું હોય તો તેને રીપેર કરી આપીએ અમારી પાસે લેજર સોલીંગ મશીનથી કરી આપીએ.