રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત અબિયાણા ગામની સંવેદનાસભર મુલાકાત લીધી હતી. તેઓએ અબિયાણા ગડસઇ અને ઉનડી ગામના પૂરગ્રસ્તોને કિટ વિતરણ કર્યુ હતું. બાદમાં ગ્રામ સભાને સંબોધતા રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે ત્રણથી ચાર ગામો દત્તક લેવાની સાથે રૂ.10 કરોડ ધનરાશી પુન:સ્થાપન કામગીરી માટે ફાળવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ ગામોની પસંદગી કરાશે તેમ તેમણે જણાવ્યુ હતું.
નીતા અંબાણીએ પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોમાથી લીધા 4 ગામો દત્તક…
Previous Articleતમે પણ ગટરના ગંદા પાણીની દુર્ગંધ લ્યો..કહી અંકુર સોસાયટીની મહિલાઓએ પાલિકામાં ગંદા પાણી ઢોળ્યા
Next Article બોળચોથ સાથે કાલથી તહેવારોનો આરંભ