અમિતાભ બચ્ચન અને કોન બનેગા કરોડપતિના નિર્માતાઓ સામે ફરિયાદ
કૌન બનેગા કરોડપતિ ૧૨ના તાજેતરના કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં અમિતાભ બચ્ચને ’મનુ સ્મૃતિ’ વિશે પૂછેલા એક સવાલના કારણે વિવાદ થયો છે.
હવે અમિતાભ તેમજ લખનૌમાં ’કેબીસી ૧૨’ નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાયેલ છે. ’કર્મવીર સ્પેશ્યલ’ એપિસોડમાં સફાઇ કર્મચારી આંદોલનના બેજવાડા વિલ્સન અને ટીવી સ્ટાર અનૂપ સોની તેમની સાથે હતા. એપિસોડ શરૂ થયા પછી અમિતાભે તેમને ‘મનુ સ્મૃતિ’ વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો કે, “૨૫ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ,
ડો. બી. આર. આંબેડકર અને તેમના અનુયાયીઓ દ્વારા કયા ગ્રંથની નકલો સળગાવાઇ હતી? ” એ) વિષ્ણુ પુરાણ બી) ભગવદ ગીતા એ) ઋગ્વેદ ડી) મનુ સ્મૃતિ બેઝવાડા વિલ્સન અને અનૂપ સોનીએ જવાબ તરીકે મનુસ્મૃતિને પસંદ કરી હતી, આ જવાબ સાચો હતો.આ પ્રશ્ન ૬ લાખ ૪૦ હજારની રકમનો હતો. જોકે, આ એપિસોડના કારણે વિવાદ થયો છે.
આ સવાલ – જવાબ પછી અમિતાભ બચ્ચને સમજાવ્યું હતું કે ૧૯૨૭ માં ડો. બી. આર આંબેડકરે જ્ઞાતિના ભેદભાવ અને અસ્પૃશ્યતાને ન્યાયી ઠેરવવા પ્રાચીન ગ્રંથ ’મનુસ્મૃતિ’ ની નિંદા કરી હતી અને નકલો સળગાવી હતી.