રાજકોટ કાયદાના હાથ ખૂબ જ લાંબા હોય છે, કાયદાથી કોઈ પર નથી તેવી કાયદાની સમર્થતા અંગેના રૂઢિપ્રયોગો અને વિધાનનો ની સાથે સાથે ન્યાયપ્રક્રિયા ના વિલંબને પણ ધ્યાને લેવામાં આવે છે ઘણીવાર ન્યાયમાં વિલંબ અન્યાયનો ગરજ સારે છે દેશના કેટલાક ખૂબ જ જાણીતા અને ચર્ચાસ્પદ બનેલા કેસોમાં વિના કારણે થતાં વિલંબના બનાવો વારંવાર સામે આવે છે,પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના મુખ્ય આરોપી ની દયા ની અરજી રાજ્યપાલ કક્ષાએ બે વર્ષથી પેન્ડિંગ રહી હોવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે,રાજીવ ગાંધી હત્યાકાંડના દોશી એ લાફુ શિદયિ લગ્નની દયાળજી રાજ્યપાલ પાસે બે વર્ષથી પેન્ડિંગ રહેતા આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા છે ,સુપ્રીમ કોર્ટે તામિલનાડુના રાજ્યપાલના વલણ સામે નારાજગી વ્યક્ત કરી આટલો લાંબો સમય દયાની અરજી શા માટે વિલંબિત બાકી રહી છે તે અંગેનો જવાબ માંગ્યો છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓ ના ભાવિનો ફેંસલો વારંવાર પાછો ઠેલાવતા તો જાય છે દેશના વડા પ્રધાન કક્ષાના નેતા અને જાહેરજીવન ના મહાનુભાવ ની હત્યાનો મામલો જો વર્ષો સુધી અંતિમ ચુકાદા અને આરોપીઓના ભાવિના ફેસલા માટે લંબાતો જતો હોય તો ન્યાયમાં વિલંબ ખરેખર અન્યાયની ગરજ સારે તેનું વિધાન સત્ય પૂરવાર થાય સુપ્રીમ કોર્ટમાં આ અંગેની આગળની સુનાવણી ૨૩મીએ હાથ ધરાશે સુપ્રીમ કોર્ટની આ ટકોર થી વધુ એકવાર રાજીવ ગાંધી હત્યા કેશ ની સ્મૃતિ દેશના માનસપટ પર સજીવન થઈ ગઈ છે
Trending
- ભાવનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
- સુરતમાં આ જગ્યાએ નવી સીટી બસ સેવા શરૂ કરાઈ
- કેદારનાથ ધામમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર થયું ક્રેશ…!
- મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલક માટે અરજી આ તારીખ સુધી અરજી કરી શકાશે
- વાદ નહીં, વિવાદ નહીં પરંતુ સંવાદ એટલે જૂમસર ગ્રામ પંચાયત
- ફાયદો નહિ નુકસાન ! કેળાની સ્મૂધી પીતા પહેલા ચેતજો !!
- અમદાવાદ: તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા હાજર!!!
- ખેલાડી તૈયાર કરવા ઇન-સ્કૂલ યોજના અંતર્ગત શાળાઓ અરજી કરી શકશે