૧૫ સભ્યોએ ટ્રેકટરની ત્રણ ટ્રોલી ભરી કચરાનો નિકાલ કર્યો
ગાંધી બાપુ સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી હતા, વડાપ્રધાન મોદી સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચલાવે છે, આ અભિયાન ને વેગ મળે તે માટે નવરંગ નેચર ક્લબ રાજકોટ, ગ્રામ પંચાયત – ત્રંબા અને ત્ર્યંબકેશ્વર મહાદેવ ત્રિવેણી(ત્રંબા) ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૩૧/૧૦/૨૦૨૦ ના રોજ ત્રિવેણી ઘાટની આજુબાજુના વિસ્તારમાંી પ્લાસ્ટિક વીણીને સાફ કરાયું હતું. આ સફાઇ અભિયાન માં નવરંગ નેચર ક્લબ ના ૧૫ મિત્રો પોતાનું ટિફિન લઈ ને સવારે ૯ ી ૩ વાગ્યા સુધી આ સફાઇ કરી, ગામ લોકોના ૧૫ સભ્યો પણ આ અભિયાનમાં જોડાયેલ, પાણી ઉપર તરતો કચરો અને પાણી ની નીચે પળેલ કચરો કાઢેલ, કુલ ૩ ટ્રેક્ટર ની ટ્રોલી ભારે તેટલો કચરો એકત્ર કર્યો હતો. ઘરે તી પૂજા વિધિ માંી નીકળેલ સામાન કે જૂનો ાઈ ગયેલો સામાન નદીઓ માં પધરાવી પર્યાવરણ ને ભયંકર નુકસાન કરે છે.
ત્રિવેણી ઘાટ ત્રંબા સફાઇ અભિયાન ની સફળતા બાદ નવરંગ નેચર કલબની ટીમે એવું નક્કી કર્યું છે કે આપણે દર મહિને એક ધાર્મિક સ્ળે જઈ સાફ-સફાઇ કરવી, ઘણા લોકો પૂનમ/બીજ કે અમાસ ભરવાનો નિયમ પડતાં હોય છે, બસ એમજ આ ક્લબના સભ્યો મહિના માં એક ધાર્મિક જગ્યાએ જઇ ધાર્મિક લોકો એ કરેલ ગંદકી સાફ કરશે. આ કાર્યને સફળ બનાવવા માટે નીચે મુજબના સભ્યોએ જેહમત ઉઠાવેલ વી. ડી બાલા, અર્જુન ડાંગર, યોગેશ સોની, પિયુષ રાઠોળ, દિપેન ભટ્ટી, રોહિત પરમાર, સૈલેશ સેજાણી, કિશાન સેજાણી, ધવલ સોલંકી, પ્રકાશ પાડલિયા, વિશાલ આહીર, પ્રકાશ ચાવડા, જીવરાજ ત્રાપાસિયા, રમેશ ત્રાપાસિયા, અરજન રૈયાણી, મનસુખ રૈયાણી, ધીરુ ત્રાપાસિયા, સવજી ત્રાપાસિયા, કનુ ભટ્ટી, મનુ ત્રાપાસિયા, ભીમજી ત્રાપાસિયા, સુરેશ ત્રાપાસિયા સહિતનાએ ત્રીવેણીને પ્લાસ્ટિક મુકત કરી હતી.