જો તમે શાકાહારી છો અને દુધ ઓછુ પીવો છો તો બી-૧ર વિટામીન ઘટવાના પુરા ચાન્સ છે. આ વિટામિન શરીર માટે ઘણું ઉપયોગી છે. તેની ખામી શરીરેમાં વાત બધી ખામી સાથે મુશ્કેલી ઉભી કરે છે જેમ કે સ્ટેમિના ઘટવી, માનસિક અસર, તમારી ત્વચા ડલ થઇ જવી જેવી અનેક બિમારી આવી જાય છે. કેટલીક વાર તો ચામડીમાં કાળા ચાઠા પડી જાય છે.આપણાં શરીરમાં લાલ રકતકણો (આર.બી.સી.) તથા ડી.એન.એ. બનાવવામાં બી-૧ર નો વિશેષ ફાળો છે. મગજના જ્ઞાનતંતુ બરોબર કામ કરે એ માટે પણ તેની જરૂર છે. આ વિટામીન બી-૧ર માંસ, માછલી, ઇંડા, અને ડેરી પ્રોડકટસમાંથી વિશેષ મળે છે, તેણી ઉપણ માટે જે ‘મેટા ફોર્મિન’ દવા ડાયાબીટીશના દર્દી, વૃઘ્ધો લેતા હોય તેને વધુ જોવા મળે છે. આ ખામી એવી છે તેના લક્ષણો બહુ મોડા બતાવે છે. આની ખામીને કારણે લાલ રકતકણો ન બનતા એનિમિયા થઇ જાય છે.
તમારૂ શરીર આ રકતકણો ન બનાવી શકવાને કારણે શરીરમાં ઓકિસજનનું પુરૂતું ભ્રમણ પણ અટકી પડે છે. અશકિત અને થાક લાગે છે. આ વિટામિનનો સંગ્રષ્ઠ જ ડરમાં થાય છે, જેથી શરીર તેને શોષી શકે, આ ખામીમાં ખાલી ચડી જવાની ફરીયાદો વિશેષ જોવા મળે છે. જો આ ખામીની તમે સારવાર ન કરો તો તમારા હલન,ચલનમાં ફેરફાર થતો જોવા મળે છે. વારંવાર મોઢું આવી જાય, જીભનો આકાર ને રંગ પણ બદલાય જાય છે, અને ચાંદા પણ પડે છુે.
ઓકિસજનની ભ્રમણ પ્રક્રિયા અટકતી હોવાથી ખામી વાળાને શ્ર્વાસ લેવામાં તકલીફ સાથે ચકકર પણ આવે છે. ઘણીવાર દ્રષ્ટિ નબળી કે ધુઁધળુ દેખાય છે. આવી ખામી વાળાના મુડમાં વારંવાર ફેરફાર, ચિત્ત ભ્રમ થઇ જાય છે. શરીરનું તાપમાન પણ ઊંચુ જોવા મળે છે. આવુ જણાય ત્યારે દવા સાથે ઇન્જેકશન લેવા જ પડે છે. આ વિટામીન આપણું શરીર જાતે નથી બનાવી શકતું તેથી પ્રાણીજન્ય પ્રોટીન દૂધ નોનવેજ ફુડમાંથી મળી શકે છે.આ બી-૧ર ની ઉણપને પુરી કરવા દહીં, ઓટમીલ, સોયા પ્રોડકટસ, દૂધ, ચીઝ જેવા ખોરાક લેવો જરૂરી છે. આ વિટામીનનું તમારા શરીરમાં સંતુલન જળવાઇ તો બે્રસ્ટ, કલોન, લંગ અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. આના લક્ષણોમાં માથુ ધુમ્યા કરે, યાદશકિત ઓછી થવી, જેવા વિવિધ ચિન્હો જોવા મળે છે. અન્ય લક્ષણોમાં કંટાળો આવે, ઉર્જાનો અભાવ, ટૂંકા શ્ર્વાસ, નર્વસનેર પણ જોવા મળે છે. આપણાં શરીરમાં વધતા કોષોમાં રકતકણો, ચેતા તંતું, પાચન તંત્રના કોષો અને ચામડીના કોષોને બી-૧રની જરૂર પડે છે, તેથી તેની ખામી ભયંકર બિમારીને આમંત્રણ આપે છે. શરીરને જેટલું જોમ તેનો લિવરમાં સ્ટોક હોય છે. જન્મ બાળકનું વજન ઓછું હોય તેને આ ખામી જોવા મળે છે. એક વાત નકકી છે કે વેજિટેરિયર ફૂડ ને કોઇ વનસ્પતિમાંથી આ બી-૧ર મળતું નથી. માટે દૂધ પીવો તો જ આ સમસ્યા મુકિત મળે છે.