હું તો મરું તને…
પ્લે ઓફમાં મુંબઈ ઈન્ડિયન્સ કવોલીફાઈ થનારી પ્રથમ ટીમ
ગુજરાતી કહેવત છે કે હું તો મરું પણ તને રંડાપો આપું ત્યારે આ ઉકિત આઈપીએલની ૧૩મી સીઝનમાં ચરિતાર્થ થઈ છે જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે જે મેચ રમાયો હતો તેમાં ટુર્નામેન્ટમાંથી બહાર નીકળેલી ચેન્નઈ સુપર કિંગ્સ કે જે ચાલુ સીઝન માટે અત્યંત હોટ ફેવરીટ ટીમ માનવામાં આવતી હતી તેને કેકેઆરને માત આપી મુંબઈ ઈન્ડિયન્સને પ્લે ઓફમાં પહોંચવા માટે કવોલીફાઈ થવા મદદપ થઈ છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ ચેન્નઈનાં લીગના ૧૩ મેચ પૂર્ણ થઈ ગયા છે અને પોઈન્ટ ટેબલમાં તે ૧૦ પોઈન્ટ સાથે છેલ્લા ક્રમ પર છે ત્યારે હજુ રાજસ્થાન રોયલ્સ બે મેચ બાકી છે અને તેના પોઈન્ટ ટેબલમાં ૧૦ પોઈન્ટ છે પરંતુ ગઈકાલનો મેચ કેકેઆરની હારની સાથે મુંબઈ ઈન્ડિયન્સને પ્લે ઓફમાં કવોલીફાઈ થવામાં મદદપ સાબિત થઈ હતી. હાલ કેકેઆર માટે પોઈન્ટ ટેબલ ઉપર નજર ફેરવવામાં આવે તો કલકતાને માત્ર હવે લીગનો એક જ મેચ બાકી છે અને તેના ૧૨ પોઈન્ટ છે જયારે બાકી રહેતી પંજાબ, દિલ્હી, બેંગલોર, મુંબઈ કે જે પોઈન્ટ ટેબલ ઉપર પ્રથમ ચાર ક્રમોમાં આવનારી ટીમો છે જેને હજુ લીગના બે-બે મેચ રમવાના બાકી છે ત્યારે ચોથા ક્રમે પ્લે ઓફમાં પહોંચવા માટે અત્યંત રસાકસીભરી સ્થિતિનું નિર્માણ થયું છે.
આઈપીએલના ૪૯માં મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકતાને ૬ વિકેટે માત આપી હતી જેમાં છેલ્લી ૨ ઓવરમાં વિસ્ફોટક રમત રમી રવિન્દ્ર જાડેજાએ મેચનું પરિણામ ચેન્નઈ તરફ લાવ્યું હતું. ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે કલકતા તરફથી જે ૧૦મી ઓવર નિતીશ રાણા દ્વારા કરવામાં આવી તે ઓવર ચેન્નઈ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી જેનો વિરોધ પણ ઉઠવા પામ્યો હતો કે ઈયોન મોર્ગને શું કામ બિનઅનુભવી બોલરને ૧૦મી ઓવર નાખવા આપી પરંતુ અંતે ચેન્નઈના વિજયની સાથોસાથ મુંબઈનો પ્લે ઓફમાં કવોલીફાઈ થવું એ પણ એક મહત્વપૂર્ણ ઘટના ઘટીત થઈ છે. હાલ અત્યાર સુધી મુંબઈની ટીમ અત્યંત બેલેન્સ ટીમ અને પરફેકટ ઈલેવન જોવા મળી છે પરંતુ કેરોન પોલાડ હાલ મુંબઈનું સુકાની પદ સંભાળી રહ્યો છે તેને અનેકવિધ અખતરા કરી ટીમને જોખમમાં પણ મુકી હતી. આ સિઝનમાં જે પ્લે ઓફ મેચ રમાશે તે અત્યંત રસપ્રદ હશે તેવું ચિત્ર પણ સામે આવી રહ્યું છે.