આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ ી વધુ બેઠકો જીતવા આહવાન કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ
રાજકોટ
રાજયસભાના નવનિર્વાચિત સદસ્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તા કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીના ભવ્ય વિજય બદલ પ્રદેશ ભાજપા દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્તિ ભાજપાના આગેવાનો અને અગ્રણી કાર્યકર્તાઓને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ તા રાજયસભાના વિજયી ઉમેદવાર અમિતભાઈ શાહે તેમના ધારાસભ્ય તરીકેના ૨૦ વર્ષના કાર્યકાળને યાદ કરીને નરેન્દ્રભાઈ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ તા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં યેલા ગુજરાતના વિકાસનો સ્વર્ણિમ કાલખંડ ગણાવ્યો હતો. ૨૦ વર્ષમાં ગુજરાતે વિકાસના નવા વિક્રમો સર્જયા છે.
ગામે-ગામ ૨૪ કલાક વિજળી પહોંચાડવાની વાત હોય, નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની વાત હોય, કાયદો વ્યવસ જાળવી ગુજરાતમાં શાંતિ અને સ્રિતા આપવાની વાત હોય કે વૈશ્વિક સ્તરના રસ્તાઓનું જાળું ગૂવાની વાત હોય ગુજરાતે પ્રત્યેક ક્ષેત્રમાં અવિસ્મરણીય વિકાસગાા રચ્યું હોવાનું રાષ્ટ્રીય અધ્યક્ષએ જણાવ્યું હતું.
શાહે રાજયસભા ચૂંટણીના સંદર્ભમાં કોંગ્રેસને ટોણો મારતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ તૂટવાનું કારણ તેનું નેતૃત્વ છે. કોંગ્રેસની જન વિરોધી નીતિઓનું ઉદાહરણ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસે જયારે-જયારે કેન્દ્ર કે રાજયમાં સત્તા ભોગવી છે ત્યારે નર્મદા યોજના ઠપ ઈને અટકી પડી હતી. હમણાં રાજયસભામાં દિગ્વિજયસિંહ અને લોકસભામાં જયોતિરાદિત્ય સિંધિયા નર્મદા ડેમના દરવાજા બંધ યા પછી પણ સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમની સો ગુજરાત કોંગ્રેસ સહમત છે કે કેમ તે ગુજરાતની પ્રજાને જણાવે તેવો વેધક સવાલ કર્યો હતો.
ઓબીસી કમિશનને સંવૈધાનિક માન્યતા આપવાનો નરેન્દ્રભાઈ મોદીની સરકારના ઐતિહાસિક નિર્ણયનો રાજયસભામાં વિરોધ કરી કાયદાને અટકાવનાર કોંગ્રેસ પાસે ગુજરાતના બક્ષીપંચના કરોડો લોકો જવાબ માંગે છે. બે મોઢાની વાત કરનાર કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે અને ગુજરાતની પ્રજા કદીયે તેમનો વિશ્વાસ કરશે નહી તેમ અમિતભાઈ શાહે જણાવ્યું હતું.
શાહે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ બેઠકો લાવી દઈએ જેી રાજયસભામાં કોંગ્રેસને ઉમેદવાર ઉભા રાખવાનો વિચાર જ ન આવે આી આપણે સૌ સંકલ્પબધ્ધ ઈએ અને ૩/૪ બેઠકોી વિજય પ્રાપ્ત કરીએ.
આજના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાજયસભાની એક બેઠક જીતવા જતાં કોંગ્રેસે તેના ૧૫ ધારાસભ્યો ગુમાવ્યા છે. હવેલી લેતા ગુજરાત ખોવા એવો કોંગ્રેસનો ઘાટ છે. અહેમદભાઈ પટેલને માટે તેમની જીત મીઠાઈ નહી પરંતુ મીઠાનો ખારો ગાંગડો સાબિત યો છે.
બળવંતસિંહજી કાયદાકીય લડાઈ લડવાના છે અને રદ યેલા બે મતનું પુન: મૂલ્યાંકન શે ત્યારે રાજયસભાનું ગઈકાલનું પરીણામ અવશ્ય બદલાવાનું છે ભાજપાના ૧૨૨ ધારાસભ્યો જ્યારે તન-મન-ધની બનાસકાંઠા પૂર પીડિતોની સેવામાં લાગેલા હતા ત્યારે કોંગ્રેસના બધા જ ધારાસભ્યો અને તેમાય બનાસકાંઠાના ૬-૬ ધારાસભ્યો બેંગ્લુરુના રીસોર્ટમાં જલસા કરતાં હતાં. ભાજપાના ધારાસભ્યો સ્વતંત્રપણે સેવાકીય પ્રવૃતિઓ કરતાં હતાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવી રખાયા હતા. ભાજપાના ધારાસભ્યોને પ્રલોભનો આપવાના કોંગ્રેસે ખૂબજ પ્રયત્નો કરી જોયા હતા. પરંતુ આપણા ધારાસભ્યો માટે પાર્ટીની શાખ તેમજ વિચારધારા મહત્વની છે એટલે કોંગ્રેસની કોઈ કારી ફાવી ની. ચૂંટણી આયોગના નિર્ણયને કારણે હાલ કોંગ્રેસ બચી છે પરંતુ ચૂંટણીઓ આપણા માટે એ અંતિમ લડાઈ ની આપણા માટે અંતિમ લડાઈ ભારતમાતાને વિશ્વ ગુ‚ના સને પ્રસપિત કરવાની છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના પ્રમુખપદને આજે ત્રણ વર્ષ પૂર્ણ ઈ રહ્યા છે. આજે દેશભરમાં ભાજપાનો કેસરીયો તેમના કુશળ સંગઠનાત્મક કુનેહના કારણે લહેરાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશી લઈ દેશના ૧૮ રાજયોમાં ભાજપા અને તેના સાી પક્ષોની સંયુકત સરકાર છે.
પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવે આજના આ પ્રસંગે રાજયસભાના ત્રણેય ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં. યાદવે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ સુધી સતત વિધાયક રહીને વિવિધ જવાબદારીઓ નિર્વાહા કરીને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગુજરાત અને દેશનું ગૌરવ વધારવા રાજયસભામાં પદભાર સંભાળશે અને રાજકારણમાં એક નવી સંસ્કૃતિનો ઉદય આના કારણે વાનો છે.
ભાજપા પાસે જનતાની તાકાત અને વિશ્વાસ જોડાયેલું છે અને ગુજરાતની જનતા જનાર્દન તેને પૂર્ણ સર્મન આપી ૧૫૦ ી વધુ બેઠકો જીતાડીને ફરી એકવાર ગુજરાતમાં વિકાસની નવી ઉંચાઈઓ સર કરવા માટે સત્તાના સુકાન સોપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સ્વાગત પ્રવચન કરતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાની તેમજ રાજયસભાના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને અભિનંદન પાઠવ્યા હતા. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ સુધી સતત અનેક જવાબદારીઓ નિભાવી અને નરેન્દ્રભાઈ મોદીના વિકાસના સાી અને સાક્ષી અમિતભાઈ શાહે આજે વિધાનસભાના અધ્યક્ષને પોતાના ધારાસભ્ય પદેી રાજીનામું સોંપયું છે. શ્રી અમિતભાઈ શાહે પોતાની કુશળ ચૂંટણી રણનીતિી કોંગ્રેસને વિખેરી નાખી છે અને હવે તે કયારેય ભવિષ્યમાં બેઠી ાય તેમ ની. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાના દરેક કાર્યકર પાસે સેવાભાવ નિષ્ઠાભાવ અને પ્રમાણિકતા છે.