ભાડાનાં દરમાં આંકડાકીય માયાજાળ
પહેલા ટીકીટના દર ઉપર જીએસટીની વસુલાત બાદ ટીકીટના દરમાં રૂ.૧૦૦નું કનસેશન અને તેની ઉપર જીએસટી લાદયુ છતા વિરોધ વંટોળ યથાવત રહેતા ટીકીટના દરમાં જ જીએસટી ઈન્કલુડ કરાવાનો નિર્ણય
હવે કાયમી ટીકીટના દર વયસ્કોનાં રૂ.૭૦૦ બાળકોનાં રૂ.૩૫૦ અને વન-વેના રૂ.૪૦૦ લેવાશે
ગીરનાર રોપ-વેના ભાડામાં કંપનીએ આંકડાકીય માયાજાળ ગોઠવી છે હકિકતમાં પ્રવાસીઓને ભાડામાં કોઈ રાહત મળી નથી માત્ર પ્રવાસીઓની કોણીએ ગોળ ચોપડવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. પહેલા ટીકીટના દર ઉપર જીએસટીની વસુલાત થતી હતી ત્યારબાદ ટીકીટના દર ઉપર રૂ.૧૦૦નું ક્ધસેશન આપ્યા બાદ તેનીઉપર જીએસટી લાદવામાં આવતો હતો છતાં વિરોધ વંટોળ યથાવત રહેતા હવે ટીકીટના દરમાં જ જીએસટી ઈન્કલુડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઊંચો ગઢ ગિરનાર મિનિટોમાં ચડવા શરૂ કરાયેલ રોપ ની સવારી માટે ગિરનાર જેટલા ઊંચા નક્કી કરાયેલા ટિકિટ દર સામે ભાભૂકેલા વિરોધ બાદ, કંપની દ્વારા રોપ વે ની ટિકિટના ભાવ ઘટાડવા ને બદલે માત્ર જી.એસ. ટી.નો ટિકિટમાં સમાવેશ કરી નજીવો ફેરફાર કરી સંતોષ માની લીધો છે, પણ લોકોને આ ભાવ પણ મંજૂર નથી અને હાલમાં જે ભાડું છે, તેમાં ૪૦ ટકા ઘટાડો થાય તેવી માંગ પ્રબળ થઈ રહી છે. જૂનાગઢમાં શરૂ થયેલ રોપ વેમાં પરવડે નહીં તેવા ઊંચા ભાવ લેવાનું શરૂ કરવામાં આવતા ઉઠેલા ભારે વિરોધ બાદ ગઈકાલે ઉષા બ્રેકો કંપનીએ સરકારના માર્ગદર્શન મુજબ ટિકિટના ભાવમાં ઘટાડો કરી, વ્યસ્કની ટિકિટ રૂપિયા ૭૦૦, બાળકોની ટિકિટ ૩૫૦ રૂપિયા તથા એક તરફી ટિકિટના રૂપિયા ૪૦૦ જાહેર કર્યો છેા
આ અગાઉ ઉષા બ્રેકો કંપની દ્વારા કરાયા હતા. અને ૧૪ નવેમ્બર સુધી તેમાં કંસેશન જાહેર કરાયું હતું. ઉષા બ્રેકો કંપની દ્વારા હાલમાં ડિસ્કાઉન્ટ સાથે વ્યસકના રૂ. ૬૦૦, બાળકોના રૂ. ૩૫૦, અને એક તરફી ટિકિટના ભાવ રૂ. ૪૦૦ પ્લસ ૧૮% જીએસટી મળી વયસ્ક ના રૂ. ૭૦૮ રૂપિયા વસુલવામાં આવતા હતા જ્યાંરે બાળકોની ટિકિટના રૂપિયા ૩૫૦ તથા જીએસટી મળી ૪૧૩ રૂપિયા વસુલાતા હતા.
આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, મેયર ધીરુભાઈ ગોહિલ, ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના સદસ્ય પ્રદીપભાઈ ખીમાણી, શૈલેષભાઈ દવે, ભાજપના ૩૫ થી વધુ કોર્પોરેટર તથા જૂનાગઢના ભાજપના અગ્રણીઓ તથા વિવિધ સેવાકીય, સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા ભાવ વધુ છે, તે ઘટવો જોઈએ તેવા મંતવ્ય સાથે આમ જનતામાં પણ ભારે નારાજગી ઉત્પન્ન થવા પામી છે, અને જુનાગઢ રોપવે લૂંટ વે બની ગયો હોવાની ચર્ચા સાથે આમ જનતા ભયંકર વિરોધ નોંધાવી રહ્યા છે. દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર કંપની દ્વારા હાલમાં નવા ભાવો જાહેર કરાયા છે અને જીએસટી સાથે વયસ્ક માટે રૂ. ૭૦૦, વ્યસ્ક માટેની ટિકિટ રૂ. ૩૫૦ તથા એક તરફ પ્રવાસ માટે રૂ. ૪૦૦ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, આમ હાલમાં ઉષા બ્રેકો કંપની દ્વારા જી.એસ. ટી. અલગથી લેવાને બદલે ટિકિટ દરમાં જ સમાવેશ કરી વ્યસ્કના ટિકિટ દરમાં રૂ. ૧૨૬, બાળકો માટેની ટિકિટમાં ૬૩, રૂપિયાનો તેમજ એક તરફી ટિકિટમાં રૂ. ૭૨ નો ભાવ ઘડવામાં આવ્યો છે.
જો કે, જુનાગઢના ગરવા ગિરનાર માટે શરૂ કરવામાં આવેલ રોપ વે નું સંચાલન હાલમાં ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને રોપ વે શરૂ થાય તે પહેલા લોવર અને અપર સ્ટેશનમાં પ્રવાસીઓ માટે પૂરતી સગવડતા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હોવાની વાત છે, પરંતુ રોપ વે શરૂ કરી દેવામાં આવ્યા છતાં કંપની દ્વારા જરૂરી એક પણ સુવિધા ઊભી કરવામાં આવી નથી અને હજુ પ્રવાસીઓને આપવાની થતી જરૂરી સગવડો ઉભી કરવા માટે છએક મહિના જેટલો સમય લાગે તેવી વાત છે.
ત્યારે અધૂરી સગવડ સાથે ઉષા બ્રેકો દ્વારા ગિરનારની ટોચ સમાન ટિકિટના ઊંચા ભાવ રાખતા ભારે વિરોધ વંટોળ ઉપડ્યો છે. ત્યારે ઉષા બ્રેકો કંપનીના હાલના ભાવમાં મામૂલી ફેરફાર કર્યા છે, ત્યારે બ્રેકો કંપની માત્ર જી.એસ. ટી. કાઢી નાખી, લોકોની મજાક કરતી હોય તેવી ચર્ચા શરૂ થવા પામી છે. અને લોકોને આ ભાવ પણ ભારે લાગી રહ્યા છે, તથા ૪૦ ટકા જેટલો ભાવ ઘટાડો માંગી રહ્યા છે.