નામાંકિત શૈક્ષણિક સંસ્થાના વિઘાર્થીઓ સાથે પ્રર્વતમાન સ્થિતિ પ્રશ્ર્ને ચર્ચા
પોલીસ શહીદ દિવસ નિમિત્તે શહેર પોલીસ દ્વારા આગામી એક સપ્તાહ સુધી ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન ૨૦૨૦ કાર્યક્રમનું આયોજન કરી રહી છે, જેમાં ગાર્ડી વિદ્યાપીઠ, શ્રી એચ.એન.શુક્લા કોલેજ, સદ્ગુરૂ મહિલા કોલેજ, આર.કે.યુનિવર્સિટી, આત્મિય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીમિત્રો જુદા જુદા પાંચ વિષયો પર સામૂહિક ચર્ચામાં ભાગ લેશે.
સોશિયલ મીડિયા અને આજના યુવાના અનુ ભયજનક અને તક, ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો,મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા અને હાલની સમસ્યાઓ તથા તેના સમાધાનો,સાયબર ક્રાઇમ અને હાલની સમસ્યાઓ અને ઉકેલો, યુવાનો, ડ્રગ્સ અને હિંસા: સંભવિત ઉપાયો
આ પાંચ વિષયો પર તા. ૨૬ થી ૩૦ ઑક્ટોબર, ૨૦૨૦ દરમિયાન શહેર પોલીસના ઑફિશિયલ ફેસબૂક પેજ તથા ઉપરોકત શૈક્ષણીક સંસ્થાઓના તમામ સોશીયલ મીડીય પર લાઇવ ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે ૧૧-૩૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો જુનીયર સ્કુલના ઓડીટોરિયમમાં યોજાશે.
૨૧ ઑક્ટોબર, ૧૯૫૯ના રોજ સી.આર.પી.એફ.ના પોલીસ અધિકારી કરમ સિંહના નેતૃત્વ હેઠળ ૨૦ જવાનોની પોલીસ ટુકડી પર હોટ સ્પ્રિંગ્સ (લદ્દાખ)માં ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઈ પર વિષમ પરિસ્થિતિઓ વચ્ચે ચીનની સેના દ્વારા હમલો કરવામાં આવ્યો હતો. આ આક્રમણ દરમિયાન પોલીસના ૧૦ જવાનો વીરગતિ પામ્યા હતાં. આ દિવસ નિમિત્તે દર વર્ષે ૨૧ ઑક્ટોબરના રોજ પોલીસ શહીદ દિવસ મનાવવામાં આવે છે. જેના અનુસંધાને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર, ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર DCP ZONE-૨ મનોહરસિંહ જાડેજા તથા Genius School દ્રારા ઉપરોકત સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોકત સેમીનાર માં શહેર ની નામાંકિત શૈક્ષણીક સંસ્થાઓ દ્રારા ભાગ લેવામાં આવી રહયો છે. આ સંસ્થાના વિર્ધાર્થીઓની આંતરિક શકિત ખીલવવા માટે, આ શૈક્ષણીક સંસ્થાઓની કમીટી દ્રારા ઉપરોકત સેમીનારમાં ભાગ લેનાર વિર્ધાર્થીઓને રેંક આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.