ધોળકિયા સ્કુલ દ્વારા છેલ્લા છ વર્ષોથી પરંપરાગત રીતે પ્રાચીન નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માતાજીની માંડવીનું સ્થાપન કરી નિયમિત પૂજન અને બેઠા ગરબા યોજવામાં આવે છે. માતાજીના સ્થાનકે વિશ્ર્વધર્મ સંસદના કન્વીનર તેમજ આર્ષ વિદ્યામંદિર (મુંજકા)ના અધ્યક્ષ પ.પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે માતાજીની આરતી સંપન્ન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેમાન બનેલા બોલીવુડ-મુંબઈના ખ્યાતનામ કલાકાર, સ્ક્રીપ્ટ રાઈટર, સોંગ અને ડાયલોગ રાઈટર તેમજ મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ૧૫૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા તેમજ અમિતાભ બચ્ચન, ઋષિકપુર જેવા મહાન કલાકારો સાથે અગ્રણી કિરદાર નિભાવી ચૂકેલ તેમજ ઐતિહાસિક સિરિયલ મહાભારતમાં મુખ્ય કલાકાર દુર્યોધન તરીકે કામ કરી ચુકયા છે. તેવા પુનીત ઈસ્સારજી ધોળકિયા સ્કુલની ગરબીની મુલાકાતે આવેલ અને તેઓએ માતાજીના પૂજન અર્ચનમાં ભાગ લીધેલ હતો અને શાળા દ્વારા થતી સંસ્કાર સિંચનની પ્રવૃતિ બદલ શાળાના ટ્રસ્ટી જીતુભાઈ અને કૃષ્ણકાંતભાઈ ધોળકિયાને અભિનંદન પાઠવેલ હતા.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…