બગસરા-જેતપૂર રોડ પર ગઇ કાલે મોડી રાત્રે સિંગતેલ ભરેલુ ટેન્કર પલટી જતા લાખો રૂપિયાનું સિંગતેલ પાણીમાં ભળી ગયુ હતુ. આ ઘટનાથી લાખો રૂપિયાનું નુકશાન થયું હતુ.
બગસરા જેતપુર રોડ પાણીના ટાંકા પાસે ઇદગા નજીક જુનાગઢ તરફથી આવતું સીંગતેલ ભરેલ ટેન્કર ઉંધુ વળી ગયુ હતું. બગસરા માં રહેતા ડ્રાઇવર તે જગ્યા પાસે પોતાનું ઘર હોવાથી સાઈડમાં લેવા જતા ટેન્કરએ ગોથું ખાઈ જતા ટેન્કર ઉંધુ વળી ગયું હતુ બાજુમાં સાતલડી નદીમાં ફુલ ફોર્સથી સીંગતેલની નદી વહતા સાતલડી નદીમાં સીંગતેલ ભળી ગયું અને આ બનાવ મોડી રાતનો હોવાથી આસપાસના રહેતા લોકો અને દૂર-દૂરથી આવેલ લોકોએ આ તેલ ના કોઈ ગરબા,ડબ્બા અને ગાગર હાંડા, વગેરે લઈને જેમ ઉનાળામાં પાણીની તંગી થાય અને માણસો પાણી ભરવા મોડી રાત સુધી નીકળી પડે તે જ રીતે આ ટેન્કરમાંથી સીંગતેલ ભરવા લોકો ની કતારો લાગી હતી આં ટેન્કરમાં સીંગતેલ આશરે ૨૯ લાખનો જથ્થો હતો અને ગાડીમાં પણ નુકસાની જોવા મળી હતી આ ટેન્કર જુનાગઢથી પીપાવાવ તરફ જતું હોવાનું જાણવા મળ્યુ છે.