ધ્રોલમાં પરિણીતા પર સામુહિક બળાત્કારના આરોપીઓને કડક સજા આપવામાં આવે અને આવા બળાત્કારના બનાવો ન બને તેમણે શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શહેર સવારથી બપોર સુધી બંધ રહ્યું હતું. માલધારી સમાજ સહિતના સમાજના લોકોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
ધ્રોલમાં બે દિવસ પહેલા દુષ્કર્મનો બનાવ બનતા ધ્રોલ માલધારી સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેને લઇને ધ્રોલે સ્વયંભૂ બંધ પાળ્યો અને તમામ સમાજના આગેવાનોએ મામાલતદાર કચેરી અને ધ્રોલ પ્રાંત અધિકારી આવેનપત્ર પાઠવ્યું હતું.
ધ્રોલમાં તાજેતરમાં બે નરાધમોએ બે દિવસ ત્રણ દિવસ પહેલા નર્સ તરીકે ફરજ બજાવતી પરણિતા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેને લઇને માલધારી સમાજ દ્વારા અને ધ્રોલના તમામ સમાજના આગેવાનોએ આ ઘટનાને વખોડી કાઢી છે અને આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
આવી રીતે જ અપરાધ થતો રહેશે તો કોઇ બહેન દીકરીઓ કે પત્ની સલામત રહેશે નહીં અને લોકશાહીનું કોઇ પણ મહત્વ નહીં રહે જેથી આવા અપરાધીઓને ફાંસીની સજા કે આજીવન કેદ સજા ફરમાવવા આવે તેવી ભરવાડ સમાજ દ્વારા આવેદન માંગણી કરવામાં આવે છે.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ તંત્રને જાણ થતા તુરંત જ પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે એસપીને જાણ થતા તેમણે તાકીદે પગલા લેવાનો આવેદશ કરતા એલ.સી.બી., એસ.ઓ.જી સહિત અલગ અલગ ટીમોએ ગણતરીની કલાકોમાં દુષ્કર્મના બંને નરાધમોને પકડી લીધા હતા.
આ આવેદનમાં આરોપીઓને જાહેરમાં સરધસ કાઢી અને સરભરા કરવા માટે પોલીસને મંજૂરી આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ ન બને અને આવા નરાધમોને કાયદાનું ભાન થાય તેવી રજૂઆત થઇ છે.
આરોપીઓ વિરૂદ્ધ ગુજસીકોટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ કેસ રોજે રોજ ચલાવીને ભોગ બનાવનારને ન્યાય આપવામાં આવે અને જાહેરમાં ફાંસી દેવામાં આવે અથવા જીવન કેદ કરવામાં આવે તેવી માગણી કરાઇ છે.
આરોપીઓને વિરૂધ્ધ જે અન્ય ગુનાઓ છે જેમની ચાર્જશીટ દાખલ થઇ ગઇ હોય તે ગુનાઓ તો પણ તાત્કાલિક નિર્ણય લઇ યોગ્ય સજા આપવામાં આવે આરોપીઓને કયારેય કોઇ પણ પ્રકારના જામીન આપવામાં ન આવે તેમ જ અગાઉના ગુનાઓમાં આપવામાં આવેલા જામીન તાત્કાલિક રદ કરવામાં આવે તેવી પણ આ આવેદનમાં માગણી થઇ છે.
જોડિયાના સવે સમાજોએ દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી: આવેદનપત્ર આપ્યું
ધ્રોલ વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાના જોડિયા પંથકમાં ઘેરા પ્રત્યાકાતો પડયા છે. આ ઘટનાને જોડિયાના સર્વે સમાજો વખોડી કાઢી છે. અને આ ઘટનામા ઝડપાયેલા આરોપીઓને સખ્ત સજા થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે જોડિયા મામલતદાર અને પીએસઆઇને આવેદન પાઠવાયું છે.