જેનું ૫૦% શુટિંગ ઉત્તર પ્રદેશમાં થયું હશે તે ફિલ્મને વેરા રાહત
વાહ યોગીજી, ઉત્તર પ્રદેશમાં શુટિંગ કરનારને જીએસટી લાગુ નહી પડે !!! નવી પોલીસી મુજબ જેનું ૫૦% શુટિંગ ઉત્તર પ્રદેશમાં થયું હશે તે ફિલ્મની ટિકિટ પર જીએસટી વસૂલવામાં નહી આવે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાઅધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની મીટિંગમાં ઉપર મુજબ નિર્ણય લેવાયો હતો. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં મહદ અંશે જે ફિલ્મનું શુટિંગ થયું હોય તેને ત્યાં ટેકસ ફ્રી કરવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના રાજમાં આ પોલીસી લાગુ કરવામાં આવી હતી.
હવે ઉત્તર પ્રદેશમાં વધુને વધુ ફિલ્મોનાં શુટિંગ થાય, રેવન્યુ મળે, ટુરિઝમનો વિકાસ થાય, રોજગારી વધે આ આખી ચેઈનને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથ સરકારે નવી પોલીસી ઘડી કાઢી છે. જે મુજબ હવેથી ઉત્તર પ્રદેશમાં જે ફિલ્મનું અડધોઅડધ શુટીંગ થયું હશે તે ફિલ્મના દર્શકોને જીએસટીમાંથી મૂકિત આપવામાં આવશે. મતલબકે તે ફિલ્મની ટિકિટ પર જીએસટી વસુલવામાં નહી આવે.
બોલીવૂડ ફિલ્મો બદરીનાથ કી દુલ્હનિયા, ગંગાજલ, દબંગ સહિતનીફિલ્મોનું મોટાભાગનું શુટીંગ ઉત્તર પ્રદેશના વિવિધ લોકેશનો લખનઉ, ઝાંસી વિગેરે શહેરોમાં થયું હતુ. બોલીવૂડમાં ઘણી ફિલ્મો ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર બને છે. તેના શુટિંગ મોટાભાગે ઉતર પ્રદેશમાં જ થતા હોય છે. કેમકે યુપી સરકાર બોલીવૂડના નિર્માતાઓને વિશેષ સવલત આપીને ત્યાં શુટીંગ કરવા માટે આકર્ષે છે. હવે ગુજરાતમાં પર મોરબી, ગોંડલ, વાંકાનેરમાં ફિલ્મોનું શુટીંગ થાય છે.