ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, ગામ ઈશ્ર્વરીયા, રાજકોટ દ્વારા આયુર્વેદ દ્વારા આંખોની માવજત વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૫ ઓકટોબર ૨૦૨૦ને ગુરુવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે વેબીનારનું પ્રસારણ ઈલેકટ્રોનીકસ મીડિયા દ્વારા કરવામાં આવશે.
આ વેબીનારમાં માનવશરીરનું અભિન્ન અંગ અને આભુષણ એવું આંખોની માવજત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ વેબીનારનું આયોજન આયુર્વેદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગુજરાતભરની જાહેર જનતા માટે કરવામાં આવ્યું છે. વેબીનારમાં વકતા તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલના એકસપર્ટ આયુર્વેદ ડોકટર અને અઘ્યાપક ડો.પરીયા વઘાસીયા તથા વી.એમ.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદના એકસપર્ટ ડોકટર અને અઘ્યાપક ડો.જયેશ કાત્રોડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
વેબિનારમાં આંખ એ પ્રધાન ઈન્દ્રીય છે તેમાં કોઈપણ ખામી સર્જાય તો વ્યકિત માટે સમગ્ર દુનિયા જ અંધકારમયી બની જાય છે. આ અમુલ્ય રતન એવી આપણી આંખ કે જે આજે આપણી બદલાતી જીવન શૈલીને કારણે અનેક રોગોનો ભોગ બની છે. આજે નાનપણથી જ બાળકને આંખના નંબરની સમસ્યા, યુવાવસ્થામાં મોબાઈલ કોમ્પ્યુટરના કારણે આંખો સુકાવી અને વૃદ્ધા વસ્થામાં લગભગ દરેકને આવતો મોતિયો વગેરે આંખોને લગતી સમસ્યાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે તો આપણે એવું તો શું બદલ્યું કે જેના કારણે સમસ્યાઓ વધી, એવું તો શું કરીએ કે જેના કારણે આ રોગોથી બચી શકાય.