કરૂણા (સુરત) દ્વારા આજે સાંજે ગૌમાતા-ગૌવંશને ફરી અર્થવ્યવસ્થા સાથે જોડવાનો પ્રયાસ અને

૫૧ ગૌશાળા-પાંજરાપોળમાં ગાયના ગોબરમાંથી દિવા બનાવવાની ડાઈ અર્પણ કરતા ધીરેન્દ્ર સંઘવી

કરૂણા (સુરત) દ્વારા ગૌમાતાગૌવંશને ફરી અર્થવ્યવસ્થા સાથે જોડવાનો પ્રયાસ અને કામધેનું દિપાવલી અભિયાન વિષય પર વેબીનાર યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ગૌસેવા અને સામાજીક જવાબદારીઓ તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ચાલી રહેલા કામધેનુ દિપવાલી અભિયાન’ તથા ગૌમાતા-ગૌવંશને ફરી અર્થવ્યવસ્થા સાથે જોડવાના પ્રયાસ અંગે માર્ગદર્શન આપશે.

આ વેબીરનારમાં નિમીષભાઈ કાપડીયા (એડવોકેટ ગુજરાત હાઈકોટ), કમલેશભાઈ શાહ (મેમ્બર ઓફ લીગલ એન્ડ ઈન્સ્પેકશન કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા), મિતલભાઈ ખેતાણી (સંયોજક, કામધેનુ દિપાવલી અભિયાન, ગુજરાત) સહીતના અગ્રણીઓ પણ માર્ગદર્શન આપશે.  સમગ્ર વેબીનારનું સુંદર સંકલન જીવદયા પ્રેમી ધરણેન્દુ પી. સંઘવી (સંયોજક, ઓ.ડીસ્ટ્રીક એનીમલ વેલફેર ઓફીસર) કરી રહયાં છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ધરણેન્દ્રભાઈ સંઘવીએ પોતાના પ૧ માં જન્મદિનની ઉજવણી સુરત તથા આસપાસની ૫૧ ગૌશાળા/પાંજરાપોળોને ગોબરમાંથી દિવા બનાવવાની ડાઈ પોતાના તરફથી ભેટ તરીકે અર્પણ કરી ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવાનાં પ્રયત્નમાં ખૂબ અગ્રગણ્ય ભાગ ભજવ્યો છે. આ વેબીનાર તા. ૧૦, ઓકટોબર, શનિવારે સાંજે ૮-૦૦ ફેસબુક પર જીવંત નિહાળી શકાશે. આ વેબીનારની વિશેષ માહિતી માટે મો.૯૩૭૬૫૩૩૩૭૭, મો.૯૫૧૦૦૧૦૧૦૨, મો. ૯૮૨૪૨૯૮૦૬૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.